ભગવાન જળ ઝીલવા જશે:ગઢડામાં જળજીલણી એકાદશીના સમૈયાની સંતો-મહંતો અને હરીભક્તોની ઉપસ્થિતિમાં ભક્તિભેર ઉજવણી કરાશે

બોટાદ23 દિવસ પહેલા

બોટાદ જિલ્લાના ગઢડા(સ્વામીના) ખાતે શ્રી ગોપીનાથજી દેવ મંદિર દ્વારા સ્વામિનારાયણ ભગવાને શરૂ કરેલી 200 વર્ષ પૂર્વેની જળ જીલણી એકાદશીના સમૈયાની ઉજવણી આગામી તા.07/09/2022, બુધવારેના રોજ ધામધૂમથી કરવામાં આવશે. આ ધાર્મિક પ્રસંગે ધામધૂમ પૂર્વક ભગવાનની જળ યાત્રા મંદિર ખાતેથી સવારે 9-30 કલાકે ઘેલાનદીના કાંઠે પ્રસ્થાન થશે અને નદિમાં નૌકા વિહાર તેમજ શહેરમાં લોકમેળાનું આયોજન કરવામાં આવ્યુ છે.

કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી જળ જીણી અગિયારસનો ઉત્સવ ધામધૂમ પૂર્વક યોજાઈ શકેલ નહીં. ત્યારે 200 વર્ષ જૂની પરંપરા મુજબ ચાલુ વર્ષે પાણીની વ્યવસ્થા અને અનૂકુળ વાતાવરણના કારણે આગામી તા.7-9-2022, બુધવારે જળજીલણી એકાદશીનો સમૈયો શ્રી ગોપીનાથજી દેવ મંદિર ખાતે ધામધૂમપૂર્વક ઊજવવામાં આવશે. આજથી 200 વર્ષ પહેલા સ્વામિનારાયણ ભગવાને શરૂ કરેલી આ પરંપરા અને ધર્મકાર્ય સાથેનો લોકોત્સવ આ વર્ષે પરંપરાગત રીતે ઉત્સાહપુર્વક ઉજવવામાં આવશે. આ માટે જળયાત્રા તથા નૌકાવિહાર અને મંદિરના ગર્ભગૃહમાં ધાર્મિક પૂજન વિધિ કરવામાં આવશે. જે અંગે સમગ્ર હરીભક્તો અને જાહેર ધર્મપ્રેમી જનતાને શ્રી ગોપીનાથજી દેવ મંદિરના ચેરમેન હરીજીવનસ્વામી દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...