લઠા કાંડ નહિ પણ હત્યા કાંડ ના બેનર સાથે બોટાદ શહેર માં કોંગ્રેસ ના યોજાયા ધરણા. રઘુ શર્મા,જગદીશ ઠાકોર સહિત ધારાસભ્ય કાર્યકારી પ્રમુખ બેઠા ધરણા પર.ભાજપ કર્યા આકરા પ્રહાર ગ્રહ રાજયમંત્રી ના રાજીનામાં ની કરી માંગ.
બોટાદ જિલ્લા ના બરવાળા તાલુકા માં કેમિકલ કાંડ હોય કે લઠા કાંડ તે તપાસ નો વિષય છે પણ 44 થી વધુ લોકો ના મોત ને લઈ સમગ્ર દેશ માં ઘટના ને લઈ ચકચાર મચી જવા પામી છે તો આમુદો વિધાનસભા ગ્રહ થી લઈ સાંસદ સુધી ગાજયો છે અને કોંગ્રેસ દ્રારા ભાજપ પર આકરા પ્રહાર વચ્ચે ગ્રહમંત્રી ના રાજીનામાં ની માંગ કોંગ્રેસ દ્રારા કરવામાં આવતા કાર્યક્રમો નું આયોજન કરવામાં આવે છે.
બોટાદ શહેર ના જ્યોતિગ્રામ સર્કલ ખાતે આજે બપોરે ના સમયે ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા, પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર,પૂર્વ વિરોધ પક્ષ નેતા પરેશ ઘાનાણી,કાર્યકારી અધ્યક્ષ ઋત્વિક મકવાણા,પ્રતાપ દુધાત,જીગ્નેશ મેવાણી, રાજેશ ગોહિલ ,મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુમમર સહિત અન્ય આગેવાનો અને અનેક જિલ્લા ના કોંગ્રેસ પ્રમુખો સહિત મોટી સંખ્યા માં કાર્યકરો જોડાયા ધરણા માં.
પ્રદેશ કોંગ્રેસ નેતા ઓ દ્રારા લઠા કાંડ નહિ હત્યા કાંડ ના બેનર સાથે ભાજપ પર પ્રહાર કરવાનું એકપણ નેતા ચુક્યા નહિ. આ સમગ્ર કાંડ માં ભાજપ કશુરવાર હોય તેવા સીધા આક્ષેપ કોંગ્રેસ દ્રારા કરવામાં આવેલ.તો મહિલા કોંગ્રેસ દ્રારા પણ જાહેર માં બંગડી ઉછાળી ગ્રહમંત્રી ના વિરોધ માં લગાવ્યા નારા.
કોંગ્રેસ દ્રારા આગામી 10 ઓગષ્ટ સુધી ગ્રહમંત્રી રાજીનામુ આપે તેવું અલટીમેટમ આપવામાં આવેલ અને તેમ છતાં જો ગ્રહમંત્રી રાજીનામુ નહિ આપે તો કાયદાનો ભંગ કરી પણ કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરશે તેવું પ્રેદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે જણાવ્યું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.