બોટાદ 106 માટે કોંગ્રેસની જાહેરાત:ગઢડા સીટ પર જગદીશ ચાવડાની પસંદગી કરવામાં આવી; પ્રદેશ તેમજ રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષનો આભાર માન્યો

બોટાદએક મહિનો પહેલા

ગુજરાત કોંગ્રેસ દ્વારા ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી હતી. બોટાદની 106 બેઠક પર ઉમેદવાર તરીકે જગદીશ મોતી ચાવડાની પસંદગી કરવામાં આવી છે. જગદીશ ચાવડાની પસંદગી કરતા સમર્થકોએ ખુશી વ્યક્ત કરી હતી.
કોંગ્રેસ સંગઠનમાં ઉપપ્રમુખ તરીકે કામ કર્યું
બોટાદ જિલ્લા માં 106 ગઢડા અને 107 બોટાદ એમ બે બેઠકો આવેલી છે. જેમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા ગઢડા 106 બેઠક પર માધવસિંહ સોલંકીની સરકારમાં મંત્રી રહી ચૂકેલા સ્વ. મોતી ચાવડાના પુત્ર જગદીશ ચાવડાની પસંદગી કરવામાં આવી છે. જગદીશ ચાવડા બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના રહેવાસી છે. જગદીશ ચાવડા બરવાળા નગરપાલિકાના પૂર્વ વિપક્ષ નેતા તેમજ અમદાવાદ અને બોટાદ જિલ્લા કોંગ્રેસ સંગઠનમાં ઉપપ્રમુખ તરીકેની જવાબદારી પર કામ કરી ચુક્યા છે.
જીતના વિશ્વાસ સાથે ખુશી વ્યક્ત કરી
જગદીશ ચાવડા ગઢડા અનામત બેઠક હોય છેલ્લી 4 ટર્મથી તેમાં દાવેદારી નોંધાવતા આવ્યા છે. ત્યારે આજે તેમની ઈચ્છા મુજબ ગઢડા 106 બેઠક પર ગુજરાત કોંગ્રેસ દ્વારા તેમના નામની જાહેરાત કરવામાં આવી હતી. બરવાળા તેમના નિવાસ સ્થાને કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી જગદીશ ચાવડાની ફુલહાર કરી અભિનંદન આપી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. જગદીશ ચાવડા દ્વારા ગઢડા 106 બેઠક પર કોંગ્રેસ પક્ષ દ્વારા તેમના નામની પસંદગી કરતાં જગદીશ ચાવડા દ્વારા પ્રદેશ તેમજ રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના નેતૃત્વનો આભાર માની જીતના વિશ્વાસ સાથે ખુશી વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...