તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તડીપાર:અનેક ગુનામાં સંડોવાયેલા અળવ ગામના ઇસમને તડીપાર કરાયો

બોટાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 20થી વધુ ગુનામાં સંડોવણી હોવાથી રાજકોટ મોકલી દેવાયો

રાણપુર તાલુકાના અળવ ગામના રહેતો અલ્પેશ ઉર્ફે ડુંડી બાબુ બાવળીયાને રાણપુર પોલીસે વિદેશી દારૂ, મારી મારી તેમજ ચોરી જેવા જુદા જુદા 20 ગુનામા સંડોવાયેલો હોવાથી બોટાદ જિલ્લાની હદમાથી છ માસ સુધી તડીપાર કર્યો. માથાભારે ઇસમને તડીપાર કરવામી સુચનાને લઇ બોટાદ નાયબ પોલીસ અધિક્ષક નકુમના માર્ગદર્શન હેઠળ રાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારના અળવ ગામમાં રહેતા અલ્પેશ ઉર્ફે ડુંડી બાબુ બાવળીયા જાતે કોળી પટેલ (ઉ.વ.27)ની વિરૂધ્ધમા બોટાદ જીલ્લાના રાણપુર પો.સ્ટે.માં કુલ 4 ગુના દાખલ હતા બોટાદ પો.સ્ટે. માં કુલ 15 ગુના અને ગઢડા પો.સ્ટે.માં 1 ગુનો મળી કુલ 20 જુદા જુદા ગુનાઓ નોંધવામા આવ્યા હતા.

જેના લીધે આ માથાભારે પુરૂષ હોય અને તેને તડીપાર કરવા માટે રાણપુર પી.એસ.આઇ. એન.સી. સગર દ્વારા દરખાસ્ત તૈયાર કરી સબ ડીવીજનલ મેજી સંકેત પટેલને દરખાસ્ત મોકલી આપતા આ માથાભારી યુવકને બોટાદ, જીલ્લાની સમગ્ર હદમાંથી છ માસ માટે હદપાર કરવા હુકમ કરતા રાણપુર પી.એસ.આઇ. એન.સી.સગર, એ.એ.એસ.આઇ. નિકુંજ ડાભી, નરેન્દ્રસિંહ પી.સોલંકી, અનિરૂધ્ધસિંહ ચુડાસમાએ અલ્પેશભાઇ બાવળીયા (કો.પ) ને તા.3/6/21 ના રોજ હુકમની બજવણી કરી હદપાર કરી રાજકોટના વિછીંયા તાલુકાના છનાળા મોકલી દેવામા આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...