રજૂઆત:અમદાવાદ બોટાદ પેસેન્જર ટ્રેન ચાલુ કરવા રજૂઆત

બોટાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધંધુકાના ધારાસભ્યે ટ્રેન શરૂ નહીં થાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી

ધંધુકા ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલે બોટાદ અમદાવાદ પેસેન્જર ટ્રેન શરૂ કરવા માટે ડી.આર.એમ પશ્વિમ રેલવે ભાવનગરને લેખિતમાં રજૂઆત કરી હતી અને ટ્રેન ચાલુ કરવામાં નહી આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

આ રજૂઆતમાં જણાવ્યું હતું કે બોટાદ - અમદાવાદ વચ્ચે રેલવે દ્વારા ગેજ રૂપાંતરની કામગીરી 2017 -2018થી ચાલી રહી છે. જેની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને ઘણા સમયથી માલગાડી દોડાવાય છે પરંતુ આજ દિન સુધી પેસેન્જર ટ્રેન ચાલુ કરવામાં આવી નથી. બોટાદ, ધંધુકા, ધોળકાથી અમદાવાદ જતા મુસાફરોને ખાનગી વાહન અને એસ.ટી.બસમાં જવું પડે છે. આમ ઘણા સમયથી ટ્રેક બની ગયો છે અને 6 મહિના કરતા વધુ સમયથી માલગાડી જેવી ટ્રેનો ચાલુ છે તો પેસેન્જર ટ્રેન કેમ ચાલુ કરાતી નથી.

અન્ય સમાચારો પણ છે...