માંગણી:બોટાદ અમદાવાદ બ્રોડગેજનું કામ તાકીદે પૂર્ણ કરવા રજૂઆત

બોટાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગર ડિવિઝનની ટ્રેન શરૂ કરાય
  • બોટાદ શિવસેનાએ રેલવે બોર્ડ ચેરમેન સમક્ષ કરેલી માગણી

ભાવનગર ડીવીઝનની લોકલ ટ્રેનો બંધ કરવામાં આવી છે. અને ભાડા વધારીને સ્પેશિયલ ટ્રેનો શરૂ કરવામાં આવી છે. કોરોનાના કારણે બંધ કરવામાં આવેલી ભાવનગર ડીવીઝનની ટ્રેનો જુના ભાડાથી શરૂ કરવા અને બોટાદ અમદાવાદ બ્રોડગેજનુ કામ પુરૂ કરવા માટે શિવસેનાએ રેલવે બોર્ડના ચેરમેનને રજુઆત કરી હતી. આ રજુઆતમાં શિવસેનાએ જણાવ્યુ હતુ કે કોવિડના નામે ભાવનગર ડિવિઝનની તમામ લોકલ ટ્રેનો બંધ કરવામાં આવી છે.

ત્યારે રેલવે બોર્ડના ચેરમેન દ્વારા 75 નવી ટ્રેનો શરૂ કરી અને બીજી 300 ટ્રેનો શરૂ કરવા માટે જણાવ્યુ હતુ. ટ્રેનોમાં વધારે માણસો ન થાય તે માટે ભાડા વધારીને સ્પેશિયલ ટ્રેનો શરૂ કરવામાં આવી છે. જુના ભાડાથી તત્કાલિક બોટાદ-ભાવનગર, બોટાદ -સુરેન્દ્રનગર, ભાવનગર- બોટાદ, ભાવનગર-સુરેન્દ્રનગર, ભાવનગર-ધાંગ્રધા, ભાવનગર- ઓખા, ભાવનગર-બાન્દ્રા ડેઇલી, મહુવા-સુરત ડેઇલી, મહુવા- બ્રાન્દ્રા અને અન્ય ભાવનગર ડિવિઝની તમામ ટ્રેનો શરૂ કરવા રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...