માગ:નવી શરતની જમીન જૂની શરતમાં ફેરવવા રજૂઆત

બોટાદ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિના મૂલ્યે કરવા ધારાસભ્યની માગ
  • રાહતદરના પ્લોટ માટેની જમીન

સરકાર દ્વારા રહેણાંક માટે મફત પ્લોટ રાહતદારનાં પ્લોટ નવી અને અવિભાજ્ય શરતે જમીન ફાળવવામાં આવી છે તેને જૂની શરતમાં મૂલ્યે ફેરવી આપવા માટે ધંધુકાના ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલે મહેસુલ વિભાગને લેખિતમાં રજૂઆત કરી હતી.

આ રજૂઆતમાં જણાવ્યું હતું કે સરકારશ્રી દ્વારા રહેણાંક માટે મફત પ્લોટ, રાહતદારનાં પ્લોટ નવી અને અવિભાજ્ય શરતે જમીન ફાળવી છે તેને જૂની શરતમાં વિના મૂલ્યે ફેરવી આપવા માટે તત્કાલીન મુખ્યમંત્રીને મારા તા.19/8/20 અને ૩૦/12/20નાં પત્રોથી વિનંતિ કરી છે છતાં આજદિન સુધી આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

આ પ્રશ્ન ગરીબ અને સામાન્ય વર્ગનાં પરિવારો પ્રત્યે સહાનુભુતી દર્શાવી લાભાર્થીઓને ફાળવેલી જમીનો તેઓનાં સળંગ 25 વર્ષનાં કબજા ભોગવટાનાં આધારે તેઓને વગર પ્રિમીયમે જૂની શરતમાં ફેરવી આપવા માટે ચોક્કસ નીતિ નક્કી કરી ઘટીત કાર્યવાહી કરવા માટે ધંધુકા મતવિસ્તારનાં ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલે રાજ્યનાં મહેસુલ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીને રજૂઆત કરી છે. આ માટે લાંબા સમયથી રજૂઆત કરાઇ હોવા છતાં આજ સુધી કોઇ કાર્યવાહી કરવામાં આ ન આવતા સામાન્ય લોકોના પ્રશ્નનો ઉકેલ આવતો નથી.જેથી યોગ્ય કરવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...