રજૂઆત:રાણપુરની ગોમા નદીમાં ખનીજ ચોરી અટકાવવા રજૂઆત કરાઇ

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વારંવાર દરોડા પાડવા છતા ભુમાફિયાઓ બેફામ ખનીજ ચોરી કરી રહ્યા હોવાથી મુખ્યમંત્રીને રજૂઆત

રાણપુર તાલુકામાથી પસાર થતી ગોમા નદીમા ઉમરાળા થી અમલપુર ગામ સુધી ભુમાફીયાઓ દ્વારા થતી ખનીજ ચોરી અટકાવવા માટે વિશ્વ હિંદુ પરિષદ ભાવનગર વિભાગ મંત્રી રાજેશભાઇ લખુભાઇ સાકરીયાએ રાણપુર મામલતદાર, મુખ્યમંત્રી સહિત ઉચ્ચ અધિકારીઓને અને પદાધિકારીઓને રજુઆત કરવામા આવી હતી. આ રજુઆતમા જણાવ્યુ હતુ કે રાણપુર તાલુકાના ઉમરાળા ગામથી અલમપુર ગામ સુધી ગોમા નદીમા ભુમાફીયાઓ દ્વારા થતી રેતી ચોરીની મામલતદાર તેમજ બોટાદ જિલ્લાના ખાણ ખનીજના અધિકારીઓને વારંવાર ફરીયાદ કરવામા આવી છે.

પરંતુ આ ખનીજ ચોરો સામે તંત્ર દ્વારા કોઇપણ પ્રકારની કાર્યવાહી કરવામા ન આવતા ભુમાફીયાઓ લોડર અને ટ્રેક્ટર દ્વારા બેફામ રીતે નદીના પટમાથી રેતીની ચોરી કરી રહ્યા છે. જેના લીધે સરકારને મોટાપ્રમાણમા નુકશાન થાય છે.

આ અંગે તંત્રને વારંવાર રજુઆતો કરવામા આવી છે પરંતુ નિંભર તંત્ર દ્રારા ભુમાફીયાઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવામા આવતી નથી માટે આ ખનીજચોરો વિરૂધ્ધ કડક કાયદેશરની કરવા માટે વિશ્વ હિંદુ પરિષદ ભાવનગર વિભાગ મંત્રી રાજેશ લખુભાઇ સાકરીયાએ આ અંગે રાણપુર મામલતદાર, બોટાદ કલેક્ટર, મુખ્યમંત્રી, ડી.જી.પી. ગાંધીનગર, બોટાદ ધારાસભ્ય અને સાંસદસભ્યને રજીસ્ટર એ.ડી.થી રજુઆત કરવામા આવી હતી. થોડા સમય પહેલા જ આ ભુમાફીયાઓને સ્થાનિક રહીશો એકત્રીત થઇ રેઇડ પાડતા ભુમાફિયાઓ વાહનો લઇ નાશી છુટ્યા હતા.

સ્થાનિક રહીશોએ રેઇડ પાડતા તંત્ર હરકતમા આવી ખનીજ વિભાગના અધિકારીઓએ આ સ્થળની મુલાકાત લઇ ખનીજચોરી કરતા વાહનો ઝડપી તેમની સામે કાર્યવાહી કરી હતી છતા આ વિસ્તારમા બેફામ ખનીજ ચોરી થઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...