આવેદન:મધ્યાહન ભોજન યોજના કર્મીઓને સહાય કરવા રજૂઆત કરાઇ

બોટાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નજીવા વેતને નોકરી કરતાં કર્મચારીઓની હાલત કફોડી બની

પી.એમ. પોષણ યોજના અંતર્ગત કામ કરતા રસોઈયા અને મદદનીશોને સહાય કરવા માટે મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંઘ દ્વારા રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતમાં જણાવ્યું હતું કે મધ્યાહન ભોજન યોજના હવે પી.એમ. પોષણ યોજના બની ગઈ છે. આ યોજનામાં અંદાજે 68 હજાર જેટલા ગંગા સ્વરૂપા અને ત્વકતા બહેનો રસોઈયા અને મદદનિશ તરીકે કામ કારે છે. જેમને રૂ. 500, 300, 1400 જેટલા નજીવી રકમનું માસિક વેતન કેટેગરી મુજબ આપવામાં આવે છે.

આ ઉપરાંત નિમણુંક વાખેતે બપોરનું ભોજન ઉપસ્થિત કરવાની જોગવાઈ મુજબ આ ગ્રામ અને રોજગાર વિભાગ દ્વારા નોંધાયેલા કામદારો આ યોજનામાં ભોજન અને નાસ્તા બનાવવાની પ્રક્રિયામાં સરકારી અધિકારીઓ દ્વારા નિમણુંક પામીને કામ કરતા રહ્યા છે. છેલ્લા બે વર્ષથી આ યોજનામાં કોરોના અંતર્ગત ભોજન બનાવવાની કામગીરી બંધ છે. જેની સીધી નકારાત્મક અસર આવા ગરીબ અને નાના કામદારો ઉપર પડી છે. બપોરનું ભોજન જે શાળામાં બાળકોનું ભોજન બનાવવા માટે મળતું હતું તે બંધ થયું છે. તેથી આવા કામદારોને મહેસુલ વિભાગ દ્વારા ફંડ લાઈનના કોરોના વોરિયર્સમાં સમાવેશ કર્યા છે. જે માત્ર 500,300, 1400 જેટલી રકમ મેળવીને રાજ્ય સરકારને ફૂડ સિક્યુરિટી એક્તની યોજના મુજબ 51 લાખ બાળકોને ઘઉ અને ચોખા વિતરણ કરી રહ્યા છે.

આવા હજારો કામદારો જે શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા સંગઠિત કામદારો તરીકે શ્રમ અને રોજગાર મંત્રાલયમાં નોંધાયેલા રસોઈયા અને મદદનીશોને મદદ કરવા સહાય કે રોજિંદા ભોજનના નાણા સીધા જ તેમના બેંક ખાતામાં મળી રહે અથવા રાશનની મદદ મળે તે માટે મધ્યાહન ભોજન યોજના સંઘ દ્વારા સરકારને રજૂઆત કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...