તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બોટાદ જિલ્લાના યુવા અને ઉત્સાહી દિવ્યાંગજનોના સશકિતકરણ માટે જિલ્લા સમાજ સુરક્ષા કચેરી અને જિલ્લા રોજગાર વિનિમય કચેરી- બોટાદના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય દિવ્યાંગજન દિવસ-2020 ની ઉજવણીના ભાગરૂપે કોવીડ-૧૯ની માર્ગદર્શિકા મુજબ ડીઝીટલ માધ્યમથી વિવિધ કાયક્રમોનું આયોજન જિલ્લા વિકાસ અધિકારી લલીત નારાયણસિંઘ સાંદુ, નિવાસી અધિક કલેકટર મુકેશ પરમારના અધ્યક્ષસ્થાને કરાયું હતું.
કાર્યક્રમમાં દિવ્યાંગજન સશકિતકરણ માટે કલ્યાણકારી યોજનાઓ તેમજ રોજગાર વિષયક માહિતી અને માર્ગદર્શનલક્ષી વેબીનાર કાર્યક્રમનું ગુગલ મીટ એપ્લીકેશનના માધ્યમથી આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી વી.એસ.શાહ દ્વારા કાર્યક્રમની રૂપરેખા આપી શાબ્દિક સ્વાગત કરી યોજનાકીય માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નાયબ જિલ્લા ચુંટણી અધિકારી મુકેશ પટેલ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અન્વયે દિવ્યાંગ નાગરિકોની લોકશાહીમાં સહભાગિતા વધે તે માટે માહિતી અપાઇ હતી.
જિલ્લા રોજગાર અધિકારી પ્રશાંત ત્રિવેદી દ્વારા દિવ્યાંગજન માટેની રોજગાર લક્ષી યોજનાઓ વિશે માર્ગદર્શન અપાયું હતું. નિવાસી અધિક કલેક્ટર મુકેશ પરમાર દ્વારા દિવ્યાંગજનોને માર્ગદર્શક સંવાદ સાથે દિવ્યાંગજનોના સશક્તિકરણ માટે તંત્ર સંવેદનશીલ બની કામગીરી કરી રહ્યા છે તેમ જણાવ્યું હતું.
પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.