તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:વધુમાં વધુ લોકો રસીકરણ કરે તે માટે સાંસદની અધિકારીને સૂચના

બોટાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોટાદ જિલ્લાની “દિશા” કમિટીની બેઠક યોજાઈ
  • આ બેઠકમાં જુદા જુદા 36 એજન્ડાઓ પર ચર્ચા કરાઇ

બોટાદ જિલ્લાની માર્ચ 2021 અંતિત “દિશા” કમિટીની બેઠક સુરેન્દ્રનગર સાંસદ ર્ડા. મહેન્દ્રભાઈ મુંજપરાનાં અધ્યક્ષ સ્થાને વિડીયો કોન્ફરન્સિંગનાં માધ્યમથી તા. 25/6/21નાં રોજ યોજાઈ હતી. આ બેઠકમાં કુલ 36 પ્રકારના એજન્ડા મુજબની યોજનાઓ, આંતર માળખાગત સુવિધાઓ અને વિકાસલક્ષી કાર્યક્રમો તથા “પંચાયત દર્પણ” અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સ્થાનિક કક્ષાએથી અધ્યક્ષશ્રી સમક્ષ વિવિધ પ્રશ્નો રજુ કરવામાં આવ્યા હતા અને રજુ થયેલ પ્રશ્નોનું ઝડપથી પરિણામલક્ષી નિરાકરણ થાય તે અંગે જિલ્લા વિકાસ અધિકારીએ ખાતરી આપી હતી.

આ બેઠકમાં અધ્યક્ષએ દિવ્યાંગ અને વિધવા લોકોને તકલીફ ન થાય તે માટે જરૂરી તકેદારી રાખવા તેમજ જિલ્લામાંમા અમૃતકાર્ડ યોજના અંતર્ગત લાયક દરેક લોકોને સરળતાથી લાભ મળી રહે તે માટે જરૂરી વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. વડાપ્રધાનના સ્વપ્નનને સાકાર કરવા હાલ ચાલી રહેલ કોરોના રસીકરણ મહાઅભિયાન અંતર્ગત વધુમાં વધુ લોકો વેકસીન લે તે માટે અનુરોધ કર્યો હતો.આ સમીક્ષા બેઠકમાં કેન્દ્ર સરકાર દ્વારા દિશાની ગાઈડ લાઈન મુજબના વિવિધ વિભાગોની યોજનાકીય કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.

વિશેષ કામગીરી અને યોજનાના લક્ષ્યાંક સિદ્ધિઓ માટે સુક્ષ્મ આયોજન કરી છેવાડાના લોકો સુધી યોજનાકીય લાભો પહોચાડવા માટે દિશાના અધ્યક્ષશ્રી દ્વારા જિલ્લા વહીવટી તંત્રને પુરતો સહયોગ આપવા જણાવ્યું હતું તેમજ સાંસદશ્રી દ્વારા શહેરી અને ગ્રામ્ય વિસ્તારના લોકો માંટેની તમામ યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં જે વિભાગો દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી તેઓને બીરદાવવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...