વિવાદ:ધંધુકામાં વીજળી મુદ્દે રહીશોએ રજૂઆત કરતા વીજ કર્મીનું ઉદ્ધતાઇભર્યું વર્તન

બોટાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાઉતે વાવાઝોડા બાદ સોસાયટીમાં ડીમફૂલ લાઇટના પ્રશ્નના લીધે ઇલેક્ટ્રિક સાધનોને નુકસાન થવાની શંકા

ધંધુકામાં તાઉતે વાવાઝોડા દરમિયાન અનેક વિસ્તારોમા વીજ પોલ નમી ગયા છે અને તેના ઉપરના વાયરો નીચે આવી ગયા છે તેમજ વાવાઝોડાબાદ સોસાયટીઓમા લાઇટ ડીમફૂલ થવાના પ્રશ્નો વધી ગયા છે જેના લીધે રહીશોને પોતાના મોંઘા ઇલેક્ટ્રીક સાધનોને નુકશાન થવાની ભીતી રહેતી હોવાહી આ તમામ પ્રશ્નોને લઇ ધંધુકાની પાર્વતિકુંજ, તીર્થનગર અને શીવ શક્તિ સોસાયટીના રહીશોએ ધંધુકા જીઇબીમાં રજુઆત કરતા જીઇબીના કર્મચારીઓએ રહીશો સાથે ઉધ્ધતાઇ ભર્યુ વર્તન કરતા રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે.

તાઉતે વાવાઝોડા દરમિયાન ધંધુકા શહેરમાં અનેક વિસ્તારોમાં વિજ પોલ નમી ગયા છે અને ઘણા બધા વિજપોલ જમીનદોસ્ત થઇ ગયા છે ત્યારે વીજકર્મચારીઓ દ્વારા નવા પોલ ઉભા કરવામા આવ્યા છે પરંતુ નમી ગયેલા વિજપોલ સીધા કરવામા ન આવતા આ વિજપોલના વાયરો ખુબ નીચા છે.

વાવાઝોડા બાદ ધંધુકામા વીજળી ડીમફૂલ થવાના પ્રશ્નો વધી જતા ધંધુકામા આવેલી પાર્વતિકુંજ, શીવ શક્તિ અને તીર્થનગર સોસાયટીના રહીશોએ ધંધુકા જી.ઇ.બી.માં તા 31/5/21 અને 9/6/21 ના રોજ પઢીયાર વસંતબા રણજીતસિંહ પરમારે લેખીતમાં રજુઆત કર્યા બાદ કોઇ જી.ઇ.બી દ્વારા ઉપરોક્ત પ્રશ્નનો કોઇ નિકાલ ન કરતા તા. 11/6/21ના રોજ પાર્વતિકુંજ, તીર્થનગર અને શીવ શક્તિ સોસાયટીના રહીશોએ રૂબરૂ જી.ઇ.બી. ઓફીસે જઇને જુનિયર એન્જીનિયર કિંજલબેનને મળીને રજુઆત કરી હતી તે દરમિયાન વિજકર્મચારી નિલેષભાઇ સિંધાએ ત્યા આવીને રહીશોનેને ધમકાવવા લાગ્યા હતા કે તમે લોકો જુનિયર એન્જીનિયર કિંજલબેનને પરેશાન કરો છો તમારા વિસ્તારનુ રીપેરીંગ અમારી રીતે જ કરીશુ. તમારે જે કરવુ હોય તે કરી લેજો આવી રીતે ઉધ્ધતાઇ ભર્યુ વર્તન કરતા રજુઆત કરવા ગયેલા રહીશોએ આ અંગે મુખ્ય ઇજનેર ઉત્તર ગુજરાત વીજ કંપની લી.ખાતે રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...