આયુષ મેળો:બોટાદના ગઢડા ખાતેના આયુષ મેળામાં આયુર્વેદ દવાને લઈ માહિતી આપવામાં આવી, અધિકારી પદાધિકારી સહિત નાગરિકો હાજર રહ્યાં

બોટાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં આવેલ એમ.એમ.હાઇસ્કુલ ખાતે આઝાદિ કા અમૃત મહોત્સવ તેમજ હર દિન હર ઘર આયુર્વેદ અંતર્ગત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર તથા નિયામક, આયુષ્યની કચેરી, ગાંધીનગર માર્ગદર્શીત આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત બોટાદ દ્વારા ભવ્ય આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતુ.

જિલ્લા પંચાયત બોટાદના પ્રમુખ ઘનશ્યામ વિરાણીના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજવામાં આવ્યું હતુ. મહાનુભવોના વરદ હસ્તે દિપ પ્રાગટ્ય કરી આયુષ મેળો ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ મેળામાં અતિથિ વિશેષ તરીકે ભાવનગર બોટાદના સાંસદ ડો.ભારતી શિયાળ, ગઢડા ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા, ધંધુકા ધારાસભ્ય કાળુભાઇ ડાભી, આરોગ્ય સમિતિ, જિ.પં.ના ચેરમેન સંગીતા ગાબાણી, ગઢડા તાલુકા પંચાયતના પ્રમુખ નિતા મેર ઉપસ્થિત રહ્યા હતા. આ આયુષ મેળામાં જિલ્લા આયુષ અધિકારી તેમજ સ્ટાફ દ્વારા લોકો અને દર્દિઓને આજના યુગમાં નિરોગી અને તંદુરસ્ત રહેવા માટે આયુર્વદ તરફ વળવા આહવાન કરવામા આવ્યુ હતુ.

આયુર્વદનુ જીવનમાં કેટલું મહત્વ છે તે અંગે પણ વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. આ મેળામાં દર્દિઓને વિનામુલ્યે આયુર્વેદીક દવાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતુ. આ આયુર્વેદિક મેળામાં સુવર્ણપ્રાશન, અગ્નિકર્મ, પંચકર્મ દ્વારા આયુર્વેદ હોમીયોપેથિક નિદાન સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ આયુષ મેળામાં એમ.એમ.હાઇસ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા મહાનુભવોનું અલગ અંદાજમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ મહાનુભવોના હસ્તે દિપ પ્રાગટ્ય કરી આયુષ તજજ્ઞો દ્વારા લોકો અને દર્દિઓને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.

આયુષ મેળામાં બોટાદ જિલ્લા ભાજપ અગ્રણી સુરેશ ગોધાણી, ગઢડા કેળવણી સમાજના પ્રમુખ અને નામાંકિત ધારાશાસ્ત્રી સંજય ઠાકર, પાર્ષદ ગુજરાત ગૌ રક્ષક કમાન્ડો સંજય ભગત, ગઢડા તાલુકા પંચાયત ઉપપ્રમુખ પ્રતિનિધી રણજીત ગોવાળીયા, ગઢડા વિશ્વ હિન્દુ પરીષદના પ્રમુખ અર્જુન રાજ્યગુરુ, એડવોકેટ અનિલ સોઢાતર, ગઢડા એમ.એમ.હાઇસ્કુલના આચાર્ય ડો.કાનાણી સાહેબ, શાળાના શિક્ષણ સ્ટાફ તેમજ વિધાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. આ મેળામાં ગઢડા તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો અને દર્દિઓ ઉપસ્થિત રહી આ મેળાના લાભા ઉઠાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...