આયોજન:બોટાદ જિલ્લામાં નિરામયનો શુભારંભ કાર્યક્રમ યોજાયો

બોટાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ડૉ.ધનસુખભાઈ ભંડેરીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ

રાજ્યના તમામ નાગરિકોના આરોગ્યની ચિંતા કરી રાજય સરકાર દ્વારા રાજ્યવ્યાપી નિરામય ગુજરાત કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો છે ત્યારે તા. 12/11/21નાં રોજ બોટાદ જિલ્લા કક્ષાનો નિરામય ગુજરાત કાર્યકમનો શુભારંભ ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ડૉ.ધનસુખભાઈ ભંડેરીના અધ્યક્ષસ્થાને બોટાદમાં આવેલ શ્રી બોટાદકર કોલેજ ખાતે કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ ભીખુભા વાઘેલા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ધીરૂભાઈ બાવળીયા, કિશોરભાઈ પાટીવાળા સહિતના પદાધિકારીઓ તેમજ આરોગ્ય વિભાગના અધિકારી – કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યની જનતા માટે નવો જ કાર્યક્રમ જનતાના આરોગ્યની સુખાખારી માટે એક નિરામય ગુજરાત, સ્વસ્થવાન ગુજરાત બને, ચેપીરોગથી મુક્ત કરવા એક ઝુંબેશ ચાલે છે અને જે રીતે વાતાવરણ - પર્યાવરણની અસર આપણા શરીર પર થાય છે જે પશુ પક્ષીઓમાં જોવા મળે છે તેમ માણસોમાં પણ અસર થતી જોવા મળે છે જેના કારણે બિનચેપી રોગો પણ જીવલેણ બન્યા છે.

ત્યારે તેની સામે રાજ્ય સરકાર સાવચેત રહીને લોકોની ચિંતા કરીને લોકો બિમાર ન પડે અને તેનાથી મૃત્યુ ન પામે તે માટે સતત ચિંતા કરીને આઠ જેટલા બિનચેપી રોગોનું દર શુક્રવારે કેમ્પ દ્વારા દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, તાલુકા આરોગ્ય કેંન્દ્ર તેમજ અન્ય સ્થળોએ કેમ્પ કરી સારા ડૉકટર – મિત્રો દ્વારા લોકોની સારવાર કરવામાં આવશે તેમ ચેરમેન ડૉ.ધનસુખભાઈ ભંડેરીએ જણાવ્યું હતું. રાજ્યના ગરીબ – મધ્યમ લોકો કે જે જરૂરિયાતમંદ છે આર્થિક રીતે દવાખાનું પોષાતુ ન હોય તેવા લોકોને જે નાના ખર્ચા આરોગ્ય માટે થાય છે.

અન્ય સમાચારો પણ છે...