સુવિધા:બોટાદની હોસ્પિટલમાં બીજા ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ

બોટાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાના ત્રીજી લહેરની તૈયારીના ભાગરૂપે આગોતરું આયોજન કરાયું

આરાધના એન્જીનીયરીંગ કોલેજ સંકુલ, બોટાદ ખાતે શરૂ કરેલી કોવીડ-19 હોસ્પિટલ ખાતે ત્રીજા વેવની તૈયારીના ભાગ રૂપે મંત્રી સૌરભભાઈ પટેલની મહેનતથી ખાનગી ક્ષેત્રે દ્વ્રીતિય ઓકિસજન પ્લાન્ટનું લોકાર્પણ મંત્રી સૌરભભાઈ પટેલ અને નિર્મળ સ્વામીના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં પ્રથમ તેમજ દ્વીતિય વેવ આવતા રાજ્ય સરકાર દ્વારા શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પુરતા પ્રમાણમાં જથ્થો પહોંચાડવાની તૈયારી કરી હતી જેના ભાગરૂપે ત્રીજા વેવની તૈયારીના ભાગરૂપે બોટાદ આરાધના હોસ્પિટલ ખાતે સરકાર અને વહિવટી તંત્રના સહકારથી પ્રથમ 300 પાઈપલાનીંગ શરૂ કરવામાં આવી છે. હોસ્પિટલ ખાતે જરૂરીયાત સ્ટાફની તથા દવાઓની પણ પૂર્ણ તૈયારી કરવામાં આવશે, જરૂરિયાત મુજબ ડૉકટરની તથા વેન્ટીલેટરની સુવિધા ઉપલબ્ધ થાય તેવા પ્રયત્નો સરકાર કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...