તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:બોટાદમાં આરાધના કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ અને બેડનો શુભારંભ

બોટાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓક્સિજન પ્લાન્ટથી દર્દીઓને 24 કલાક ઓક્સિજન મળી શકશે

બોટાદમાં સમઢીયાળા રોડ પર આવેલી શ્રીઆરાધના એન્જીનીયરીંગ કોલેજ સંકુલ ખાતે શરૂ કરવામાં આવેલી કોવિડ-19 હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્ક અને બેડનો શુભારંભ શનિવારના રોજ ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો. આ હોસ્પિટલ ખાતે ઓક્સિજન બેડ સુવિધા પહેલાથી કાર્યરત છે. ડોમમાં 126 પલંગની ક્ષમતાવાળી નવી સુવિધા પણ તૈયાર છે. જેમાંથી ટુંક સમયમાં 25થી 30 પથારી શરૂ કરવામાં આવશે આ ઉપરાંત ડોમમાં નવા મેડિકલ ઓક્સિજન જનરેટર પ્લાન્ટ સ્થાપિત કર્યા છે.

તેમાં ઓક્સિજન ઉત્પન્ન કરવાની ક્ષમતા છે. જે 68 જમ્બો સિલિન્ડરોની સમકક્ષ છે. તે 25-30 દર્દીઓને ચોવિક કલાક ઓક્સિજન આપી શકે છે. આ ઓક્સિજન પ્લાન્ટ મંત્રી સૌરભભાઈ પટેલના સહાયથી આપવામાં આવ્યો છે. આ ઉપરાંત બોટાદ ખાતેની ફોર્ચ્યુન હોસ્પિટલને કોવિડ 19 હોસ્પિટલ તરીકે માન્યતા આપવામા આવી છે. જેનો શુભારંભ ઉર્જામંત્રીના હસ્તે કરવામાં આવ્યો હતો.

આ હોસ્પિટલ ખાતે સારવાર લઈ સ્વસ્થ બનેલા દર્દીઓ પ્રભાબેન મુળીયા અને સરોજબેન વડોદરીયાએ પોતાની સારવાર દરમિયાન કરેલી સેવા બદલ વહીવટીતંત્ર અને મંત્રી તેમજ ઉપસ્થિત સ્ટાફનો આભાર વ્યકત કર્યો હતો. મંત્રીએ આ બંન્ને દર્દીઓના હસ્તે ઓકિસજન ટેન્ક ચાલુ કરાવી લોકાર્પણ કરાવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા કલેકટર વિશાલ ગુપ્તા, જિલ્લા વિકાસ અધિકારી લલીતનારાયણસિંધ સાંદુ, અધિક જિલ્લા કલેકટર મુકેશ પરમાર, ભાજપ જિલ્લા પ્રમુખ ભીખુભાઈ વાઘેલા, ચંદુભાઈ સાવલીયા, નગરપાલિકા પ્રમુખ, પુરવઠા અધિકારી મિયાત્રા, મામલતદાર સુથાર ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...