તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:બોટાદના લીંબાળી ગામ પાસે ફાયરિંગ રેન્જનું ઉદઘાટન

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રેન્જ IGની બોટાદ જિલ્લાના પોલીસ અધિકારીઓ સાથે ક્રાઇમની સમીક્ષા બેઠક

ભાવનગર રેંજ આઇ.જી. અશોક કુમાર દ્વારા વિભાગીય પોલીસ અધિકારી કચેરી બોટાદની દ્રિવાર્ષિક તપાસણી અંતર્ગત બોટાદ જીલ્લાની મુલાકાત લેવામાં આવી હતી. બોટાદ જિલ્લા એસ.પી. હર્ષદ મહેતા દ્વારા રેંજ આઇ.જી. અશોકકુમારનુ પુષ્પગુચ્છથી સ્વાગત કરી. જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર સ્ટાફ દ્વારા સન્માન ગાર્ડ આપવામાં આવ્યુ હતુ.

આ મુલાકાત દરમિયાન અશોકકુમાર દ્વારા બોટાદ જિલ્લાના તમામ અધિકારીઓ સાથે બેઠક યોજી જિલ્લાની ક્રાઇમની સમિક્ષા કરી કરી હતી. જીલ્લામાં ક્રાઈમ કંટ્રોલ, નાગરિકોની સેવા, સુરક્ષા, શાંતિ અને પ્રજાના કામો અંગે માર્ગદર્શન આપ્યુ હતું. અસરકારક પોલીસીંગ માટે મહિલા, સિનિયર સીટીજન, સમાજના ગરીબ, વંચિત, પિડીત અને શોષિત વર્ગના લોકોના કામો માનવતાથી પ્રોએક્ટીવ રહી કરવાં માર્ગદર્શન આપ્યુ હતુ.

સુરક્ષા સેતુ સોસાયટી બોટાદ જીલ્લા પોલીસ અંતર્ગત કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ-2013 અંગે જાગૃતિ અભિયાન એવાં “અવાજ-એક અભિયાન” નો લીલી ઝંડી બતાવી શુભારંભ કરવામા આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...