તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકાર્પણ:ગઢડા તાલુકામાં ઉર્જામંત્રીના હસ્તે વિકાસ કામોનું ખાતમુહૂર્ત

બોટાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અડતાળા ગામે રૂપિયા 14 લાખના ખર્ચે નવનિર્મિત થયેલા ગ્રામપંચાયત ઘરનું લોકાર્પણ કરાયું

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના લાખણકા ગામ ખાતે રૂપિયા 14 લાખના ખર્ચે નિર્માણ થનાર ગ્રામપંચાયત ઘરનું ખાતમુર્હૂત તેમજ અડતાળા ગામે રૂપિયા 14 લાખના ખર્ચે નવનિર્મિત થયેલ ગ્રામપંચાયત ઘરનું લોકાર્પણ આજ રોજ ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું હતું કે, શહેરી વિસ્‍તારની જેમ ગ્રામ્‍ય વિસ્‍તારમાં પણ માળખાકીય સુવિધા ઉપલબ્ધ થાય તે માટે રાજય સરકાર કટીબદ્ધ છે.

તેમણે સરકારી અધિકારી- કર્મચારીઓ તેમજ અરજદારોને સારી સુવિધા ઉપલબ્ધ થાય તે માટે દરેક જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ અનેક નવા આધુનિક સુવિધાયુકત સરકારી ભવનો બનાવવામાં આવી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા જુંના જર્જિત ગ્રામપંચાયત ઘરો છે તેને પણ આધુનિક રીતે બનાવવા પ્રયત્ન કરી રહી છે તેમ વધુમાં જણાવ્‍યું હતું. આધુનિક નવનિર્મિત કચેરીઓમાં બેસી તલાટી મંત્રી, સરપંચ અને અરજદારોને સારુ વાતાવરણ મળી રહે અને સારી રીતે કાર્ય કરી શકે તે માટે આ ભવનોના નિર્માણ કરવામાં આવી રહ્યા છે.

ગામના દરેક પ્રશ્નોનું નિરાકરણ ઝડપથી કરવામાં આવે તે રીતે કાર્યો કરવા. રાજ્યના તમામ ક્ષેત્રના વિકાસ માટે રાજય સરકાર કાર્ય કરી રહી છે. કોરોના મહામારીનો સમયમાં તાત્કાલિક કોવિડ હોસ્પિટલ તૈયાર કરી ઓકિસજનની જરૂરીયાત પુરી પાડવા તેમજ દવાઓનો જથ્થો પૂરતા પ્રમાણમાં મળી રહે તેવા પ્રયાસો કર્યા છે. કોરોનાના દરેક દર્દીઓને સમયસર જરૂરી સારવાર ઉપલબ્‍ધ થઇ શકે તેવી વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી. ઓકિસજનની અછત ન થાય અને ઓક્સિજન વિના એકપણ વ્‍યક્તિનું મૃત્‍યુ ન થાય તે માટે બોટાદ ખાતે બે અને ગઢડા ખાતે એક મળી જિલ્લામાં 3 ઓકિસજન પ્લાન્ટ કાર્યરત કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...