ઉદ્ઘાટન:પોલારપુર ગામે જિલ્લા પંચાયતના પૂર્વ પ્ર્મુખના હસ્તે આંગણવાડીનું ઉદ્ઘાટન

બોટાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

તાલુકાના પોલારપુર મુકામે સરકાર દ્વારા આંગણવાડી બનાવવામાં આવેલી આંગણવાડીનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકરો તેમજ ગ્રામજનો આમંત્રણ આપતાં જીલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ શ્રીમતી મીનાબેન રાણપુરા, દીપકભાઈ રાણપુરા, રાજુભાઈ વેરાણી,અમીતભાઈ વગેરે લોકો ઉપસ્થિત રહ્યા હતા.

તેમજ ઘટકમાં આવતા તમામ આંગણવાડી કાર્યકર બહેનો પણ ઊપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે શ્રીમતી મીનાબેન રાણપુરાએ પોતાના વકતવ્યમાં જણાવ્યું હતું કે આજની કિશોરી આવતીકાલ ની માતા છે અને કિશોરીઓને પોષણ મળી રહે તે માટે સરકાર ખૂબ જ જાગૃત છે અને સુખડી, પ્રિ-મીક્સ, વગેરે નું વિતરણ કરે છે.

અન્ય સમાચારો પણ છે...