તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ઝરીયા ગામે સંપમાં નાહવાની ના પાડતાં 2 યુવકોએ યુવકને માર મારી ફાયરિંગ કર્યું

બોટાદ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • સંપમાં નોકરી કરતા યુવકે સંપમાં પીવાનું પાણી હોવાથી નાહવાની ના પાડતા માર ખાવો પડ્યો, પાળિયાદ પોલીસમાં ફરિયાદ નોંધાઇ

બોટાદ તાલુકાના ઝરીયા ગામે આવેલ સંપ ખાતે નોકરી કરતા કમાભાઇ તેજાભાઇ જોગરાણાએ સંપમા નાહવા આવેલ બે યુવકોને નાહવાની ના પાડતા બન્ને યુવકોએ કમાભાઇને માર મારી જાનથી મારી તમંચાથી ફાઇરિંગ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા પાળીયાદ પોલીસે બન્ની યુવકો વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ બોટાદ તાલુકાના ઝરીયા ગામે આવેલ પીવાના પાણીના સંપ ખાતે તા. 1/04/21 ના રોજ સાંજે મયુરભાઇ ભોજક (રહે. બોટાદ) અને છત્રપાલભાઇ ઉર્ફે સતુ સુરેશભાઇ બસીયા અને તેમની સાથે ત્રણ મિત્રો સંપના ટાકાની અંદર નાહવા માટે આવ્યા હતા. જે દરમિયાન સંપ ખાતે નોકરી બજવતા કમાભાઇ તેજાભાઇ જોગરાણાએ આ યુવકોને સંપનુ પાણી પીવા માટે ઉપયોગમા લેવાતુ હોવાથી નાહવાની ના પાડતા મયુરભાઇ અને છત્રપાલભાઇ બન્ને ઉશ્કેરાઇ જઇ અપશબ્દો બોલવા લાગ્યા હતા.

આ ઘટના દરમિયાન કમાભાઇ જોગરાણાએ આ બનાવની ગામના સરપંચને જાણ કરતા સરપંચ ઘટના સ્થળે પહોચી ગયા હતા. અને સરપંચના કહેવાથી કમાભાઇ ઘરે જતા રહ્યા હતા ત્યાબાદ મયુરભાઇ અને છત્રપાલ બન્ને કમાભાઇના ઘરે જઇને ગાળો બોલી માર મારી મયુરભાઇએ તેમના નેફામાથી તમંચો કાઠી હવામા ફાયરીંગ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે જેસાભાઇ ખોડાભાઇ જોગરાણા રહે. ઝરીયા તા.બોટાદ વાળાએ પાળીયાદ પોલીસ સ્ટેશનમા મયુર જોરૂભાઇ ભોજક રહે.

બોટાદ અને છત્રપાલભાઇ ઉર્ફે સતુ સુરેશભાઇ બસીયા (રહે. તુરખા તા.બોટાદ) વિરૂધ્ધ ગુનો નોંધાવતા વધુ તપાસ પી.એસ.આઇ. શૈલેન્દ્રસિંહ ઝાલા ચલાવી રહ્યા છે. ઉલ્લેખયનીય છે કે, સંપનું પાણી પીવાનું હોવાથી સંપમાં કોઇ ન્હાવા પડે તો સંપનું પાણી ખરાબ થાય તેમ હોવાથી બંને યુવકોને નોકરી કરતાં યુવકે અટકાવ્યા હતા. જેથી ઉશ્કેરાયેલા બંને યુવકોએ ધમકી આપી હવામાં ગોળિબાર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો