માનવ મહેરામણ:વિહળધામ પાળીયાદમાં અમાસના લોકમેળામાં માનવ મહેરામણ ઉમટ્યો

બોટાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિહળધામ એ પરમ પુજ્ય શ્રી વિસામણબાપુની દેહાણ પરંપરાની જગ્યા છે, કે જ્યાં 225 વર્ષથી ધર્મના સદાવ્રત , ભજન અને ભક્તિ રૂપી 3 ધજાગરા ઉભા છે. અહીં રોટલો ‘ને ઓટલો ચોવીસે કલાક મળી રહે છે. પુજ્ય વિસામણબાપુએ વર્ષો પહેલા ધી, ગોળ અને ચોખા ની પ્રસાદનું સદાવ્રત શરૂ કરેલ, તે અવિરત સેવાગંગા આજે પણ શરૂ છે અને હજારો શ્રધ્ધાળુ ભાવિકો, યાત્રિકો અને દિનદુખીયા અહીં પ્રસાદનો રોજ લાભ લે છે.

વિહળધામ પાળીયાદની વિસામણબાપુની જ્ગ્યામાં પગપાળા દર્શને પણ ખૂબ લોકો આવે છે જે અમાસની આગળના દિવસે રાત્રીના સમયે આવી જાય છે અને ઉતારો કરે છે. આવી રીતે અમાસનો આખો દિવસ પાળીયાદમાં શ્રધ્ધાળુઓની ખૂબ ભીડ રહે છે રણુજા ના રાજા અને બારબીજના ધણી રામદેવપીરના અવતાર પુજ્ય વિસામણબાપુને માનવામા આવે છે. એના પુરાવા પણ છે અને હજારો પરચા પુરેલા છે. જેમને પાળીયાદના ઠાકરની ઉપમા પણ છે અને રામદેવપીર ના વરદાન પ્રમાણે “પેઢીએ પીર અને સવાયા પીર થશે” એ વચનનું સત્ય સમયે સમયે નજરે જોઇ શકાય છે.

અન્ય સમાચારો પણ છે...