તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:બોટાદ જિલ્લા પંચાયતની 20 બેઠકોની ફોર્મ ચકાસણીમાં કૉંગ્રેસના 18 ફોર્મ રદ્દ કરાયા

બોટાદ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રાણપુરમાં 4,બોટાદમાં 7, ગઢડામાં 7 ફોર્મ રદ્દ કરાયા

બોટાદ જિલ્લા પંચાયતની ચૂંટણી માં 20 બેઠકો માંથી 18 ફોર્મ રદ્દ કરવામાં આવ્યા છે. જેમાં બોટાદ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં રાણપુર બેઠકમાં આવતી કોંગ્રેસ પક્ષમાં 4 બેઠકો, બોટાદમાં 7, ગઢડામાં 7 ફોર્મ રદ થતાં રાજકારણ માં ભયંકર ભૂકંપ આવ્યો છે.

રાણપુર મામલતદાર કચેરીમા આજરોજ ફોર્મની ચકાસણી કરવામાં આવી હતી. આ ચકાસણી દરમ્યાન ફોર્મમા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માંથી આવેલ મેન્ડેડ ના નમુના ક માં અને નમુના સિગ્નેચર મેચ નહી થતા રાણપુર તાલુકાની જીલ્લા પંચાયતની 4 બેઠકો પર કોંગ્રેસના ફોર્મ રદ થયા. બોટાદ જિલ્લા પંચાયતન રાણપુર તાલુકાની 4 બેઠકો માટે ઉમેદવારી માટે ભરેલ ફોર્મ માં ક્ષતિ રહિ જવાથી ફોર્મ રદ્દ કરવામાં આવ્યા. બોટાદ જિલ્લા પંચાયતના રાણપુર બેઠકમાં આવતા કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને રાણપુર, જાળીલા, ઉમરાળા, નાગનેશ એમ કુલ 4 ફોર્મ રદ કરવામાં આવ્યા છે.

જેમાં ભાજપના રાણપુર બેઠકના અને નાગનેશ બેઠકના ઉમેદવારો ની સામે કોઈ બીજી પાર્ટી દ્વારા ફોર્મ ભરવામાં નહીં આવતા આ બંને ઉમેદવારો બિન હરીફ ચુંટાઈ આવવાની સંભાવના છે..જેમાં રાણપુર અને નાગનેશ માં ભાજપ સામે અન્ય કોઇ ઉમેદવાર નહીં હોવાથી આ રાણપુર તાલુકા ની બોટાદ જિલ્લા પંચાયતની બેઠકો ભાજપને મળી ગઈ છે બોટાદ જિલ્લા પંચાયતના રાણપુર બેઠકમાં આવતા ચાર ઉમેદવારોના ફોર્મ રદ થતા કોંગ્રેસ ઉમેદવારોએ ન્યાયિક માંગ માટે કોર્ટ ના શરણે જવાની ચીમકી ઉચ્ચારી છે.

બોટાદ જિલ્લા પંચાયત ની કોંગ્રેસ ની સીટો રદ્દ થતા બોટાદ ધારાસભ્ય અને મંત્રી સોંરભભાઈ ભાઈ પટેલ દ્વારા કોંગ્રેસ પક્ષ ને આડે હાથ લેતા શબ્દો થકી આકાર પ્રહારો કરવામાં આવેલ હતા સાથે સાથ તેઓ એ જણાવેલ કે જિલ્લા પંચાયત પર કોંગ્રેસ ના 18 ફોર્મ રદ્દ થતા હાલ ભાજપ 5 બેઠકો પર બિન હરીફ ચૂંટાઈ આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો