વિવાદ:જૂની અદાવતમાં બોટાદના યુવકને મારી ધમકી આપી

બોટાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મિત્ર સાથે થયેલી બોલાચાલીનું દુ:ખ રાખી ગરબા જોવા જતાં સમયે માર માર્યો

બોટાદમાં હરણ કુઈમાં રહેતા જાવેદભાઈ રજાકભાઈ જાંગડને જૂની અદાવતને લઇ ચાર લોકોએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા બોટાદ પોલીસે કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ બોટાદમાં હરણકુઈમાં રહેતા જાવેદભાઈ રજાકભાઈ જાંગડને તેના મિત્ર બિપિનભાઈને બે ત્રણ દિવસ પહેલા થયેલી બોલાચાલીનું મનદુખ રાખી 15/10/21નાં રોજ રાત્રે જાવેદભાઈ જાંગડ ગરબા જોવા ગયા હતા ત્યારે જાવેદ ઉફે ભયલુ ઉમરભાઈ નાજાણી, મુન્ના ઉર્ફે હજરત કાસમભાઈ નાજાણી, ગભો નાજાણી અને ટીનો નાજાણીએ જાવેદભાઈને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ બનાવ અંગે જાદેવ જાંગડે બોટાદ પોલીસ સ્ટેશનમાં ઉપરોક્ત ચારેય આરોપી વિરૂદ્ધ ગુનો નોંધાવતા પોલીસે કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે. બોટાદ જિલ્લામાં જુની અદાવતમાં માર મારી ધમકી આપવાના બનાવોમાં વધારો નોંધાયો છે. નાની નાની બાબતનું મનદુખ રાખી યુવકને ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ સામાન્ય રીતે રોજ નોંધાઇ રહી છે. ત્યારે ગરબા જોવા જતાં સમયે યુવકને ઊભો રાખી 4 શખ્સોએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...