પાલિકા નિષ્ક્રિય:બોટાદમાં સ્વચ્છતાના નામે મીંડું, ઠેર ઠેર કચરાના ઢગલા ખડકાયા

બોટાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કર્મચારીઓના અંદરોઅંદરના ઝઘડાને કારણે પણ વિકાસ રૂંધાઇ રહ્યો છે

આમ તો નગરપાલિકા એટલે નળ, ગટર, રસ્તાનું પાલન કરે અને કરાવે મતલબ કે, દેખરેખ રાખે તેને નગરપાલિકા કહેવાય બોટાદ માટે આ બાબત કોઈ પણ પ્રકારે લાગુ જ ન પડતી હોય તેવું છે. વિકસિત ગ્રામ પંચાયત હોય પણ પોતાના ગામને સ્વચ્છ અને સુંદર બનાવતા હોય છે પણ બોટાદ નગરપાલિકાનું કોઇપણ વિસ્તારમાં તમે જાવ કોઈ જગ્યાએ તમને સ્વચ્છતા જોવા ન મળે ઠેર ઠેર કચરાના ઢગલાઓ રોડ ઉપર ઉકરડા અને સ્વચ્છતાના નામે તો સાવ મીંડું નદીઓ તો પ્લાસ્ટિક અને કચરાનાં ઢગલાઓથી ભરપુર જોવા મળે છે.

હવે તો નદી જેવું લાગી જ રહ્યું નથી. વરસાદ આવે એટલે નદીમાં રહેલો કચરો ગમે ત્યાં ઘુસી જાય. લોકો પણ પોતાની ફરજ ચુકે છે. પાલિકાના અધિકારી-કર્મચારીઓ ઉપરના આદેશની રાહ જોઇને બેઠી હોય છે અંદરો અંદરનાં ઝઘડાને કારણે પણ વિકાસ રૂંધાઇ રહ્યો છે.

નગરપાલિકાનાં રોડ જોઈએ તો ગમે ત્યાં તમને આર.સી.સી.જોવા મળે પણ જ્યાં ત્યાં રોડ તોડીને બમ્પ થઇ ગયા છે. બમ્પ જૂઓ તો કેડે આંચકો આવી જાય તેવા પછાત વિસ્તારોમાં સોસાયટીઓમાં જ્યાં રોડ બન્યા જ નથી ત્યાં કોઈનું ધ્યાન પણ જતું નથી અને અમુક ખાસ એરિયામાંતો રોડ ઉપર રોડ બની જાય છે. તે બનાવામાં ખાસ લોકોને બહુ રસ હોય છે. પુલો ઉપર તો મોટું જોખમ જ જોવા મળે.

મોટા મોટા રોડની બાજુમાં ઉકરડાઓએ સાવ કેડી માર્ગ બનાવી દીધા છે ચાલીને જઈ રહેલા લોકો દુર્ગંધથી ત્રાહિમામ છે, તો રોડ ઉપર ગટરનાં પાણીથી તો તોબા પોકારી ગયા છે. રોડ તો રોડ કરતા બમ્પ, ખાડા ટેકરા અને ઓટલાથી ભરપુર છે ખાંચા ગલીઓમાં તો કોર્નર ઉપર મોટા પથ્થરોનાં ઢગલાઓને કોઈ હટાવી શકતું નથી.

અન્ય સમાચારો પણ છે...