બોટાદ તાલુકાના પાળિયાદ પોલીસે બોટાદ ખાતે રહેતા જમીન પચાવી પાડવાની પ્રુવતી કરતા અને શરીર સબંધી ગુન્હાઓમાં સંડોવાયેલા બે આરોપીને ઝડપી પાડી બોટાદ જિલ્લાને અડીને આવેલા તમામ જિલ્લાઓમાંથી તડીપાર કરવામાં આવ્યો હતો.
બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક .ડો.કરનરાજ વાઘેલા અને વિભાગીય પોલીસ.એસ.કે.ત્રિવેદી દ્રારા જમીન પચાવી પાડતા જેવી અસામાજીક પ્રવૃતિ કરતા ઇસમોને તડીપાર કરવાની આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ પાળીયાદ પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ. વાય.એ.ઝાલા અને પોલિસ સ્ટાફ દ્વારા બોટાદ ખાતે રહેતા જમીન પચાવી પાડવાની પ્રવૃતિ કરતા ઇસમ વલુભાઇ કુકાભાઇ બોળીયા જાતે ભરવાડ અને રાણાભાઇ કુકાભાઇ બોળીયા જાતે ભરવાડ રહે.બન્ને બોટાદ બાપુના બંગલા પાસે તા-જી.બોટાદ વાળાનાઓ જમીન પચાવી પાડવા બાબતેના અલગઅલગ કેસો દાખલ થયેલ હોય જેથી બંન્ને વિરૂધ્ધ તડીપાર દરખાસ્ત તૈયાર કરી નાયબ કલેકટર અને સબ ડીવી.મેજી.દીપક સતાણી બોટાદને મોકલી આપતા સબ.ડીવી.મેજી.દીપક સતાણીએ બંને ઇસમોની તડીપાર દરખાસ્ત મંજુર કરી બોટાદ, ભાવનગર,અમરેલી, સુરેન્દ્રનગર, અમદાવાદ,રાજકોટની હદ બહારનો હુકમ કરતા પાળીયાદ પોલીસે બંને ઇસમોને ઝડપી પાડી કાર્યવાહી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.