રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓના લાભો લોકોને સરળતાથી મળી રહે તેમજ વ્યક્તિગત પ્રશ્નો અને સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્થળે જ પ્રાપ્ત થાય અને રાજ્ય સરકારના પારદર્શક, સંવેદનશીલ વહીવટીતંત્રને વેગવંતુ બનાવવા માટે રાજ્યવ્યાપી હાથ ધરાયેલા “સેવા-સેતૂ” કાર્યક્રમ અંતર્ગત બોટાદ તાલુકાના નાના પાળીયાદ ગામની પ્રાથમિક શાળા ખાતે “સેવા-સેતૂ” નો કાર્યક્રમ યોજાયો હતો.
આઠમાં તબક્કામાં યોજાયેલા “સેવા-સેતૂ” કાર્યક્રમમાં સામાન્ય વહિવટ વિભાગ, અન્ન, નાગરીક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગ, આદિજાતી વિકાસ, આરોગ્ય વિભાગ, ઊર્જા અને પેટ્રોકેમીકલ, કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, નાણાં વિભાગ, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ ગ્રામ વિકાસ વિભાગ, મહેસુલ વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ શ્રમ અને રોજગાર વિભાગ સહિત કુલ 15 જેટલા વિવિધ વિભાગો દ્વારા આધારકાર્ડ, પ્રમાણપત્ર, દિવ્યાંગતા પ્રમાણપત્ર, સાત-બાર, આઠ-અ ના પ્રમાણપત્રો, રેવન્યુ રેકર્ડ માટે વારસાઇ અરજી, નોન ક્રિમીલેયર પ્રમાણપત્ર, વૃધ્ધ નિરાધાર સહાય, વિધવા સહાય જેવી 57 જેટલી વિવિધ સરકારી સેવાઓની વ્યવસ્થા ઉભી લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યા હતા.
આ સેતું કાર્યક્રમમાં પોરબંદરના ધારાસભ્ય બાબુભાઈ બોખરીયાએ વિવિધ વિભાગોના ઉભા કરાયેલા સ્ટોલ્સની પણ જાત મુલાકાત લઇ થઇ રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ “સેવા સેતુ”મા બોટાદના ગઢડીયા, નાની વિરવા, મોટી વિરવા, નાના પાળીયાદ, મોટા છૈડા, નાના છૈડા, રતનપર,નાના ભડલા અને પીપળીયા ગામોના લોકોએ લાભ લીધો હતો.
કાર્યક્રમમાં ના. મામલતદાર એચ. કે. ઝાલા, એસ. એમ. ડોડીયા, બોટાદ તાલુકાના મદદનીશ તાલુકા વિકાસ અધિકારી એમ. એન. માંઝરીયા, પ્રા.શાળાના આચાર્ય વનરાજભાઈ ખાચર સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ- કર્મચારીઓ, લાભાર્થીઓ વગેરે ઉપસ્થિતિ રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.