તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાદાગીરી:રાણપુરમાં જમીન અંગે સમાધાનની ના પાડતાં બે યુવકોને ધમકી અપાઇ

બોટાદ6 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • છ માસ અગાઉ રાણપુરના યુવાનને જમીન મારી હોવાથી ત્યાં તું શોપિંગ ન બનાવતો તેવી ધમકી આપી હતી, કામ શરૂ કરતાં મારી નાખવાની ધમકી

રાણપુરના કુંભારવાડા બાપુવાડીમા રહેતા દેવરાજભાઇ મેરૂભાઇ આલે રાણપુર ધારપીપળા રોડ ઉપર જમીન વેચાતી રાખી શોપીંગનુ બનાવ્યુ છે આ જમીન બાબતે રાણપુરના મનિષભાઇ વાલજીભાઇ ખટાણાએ છ માસ પહેલા દેવરાજભાઇ આલને આ જમીન મારી હોવાથી તુ શોપીંગ ન બનાવતો તેમ છતા શોપીંગનુ કામ ચાલુ કરતા તા. 3/4/21ના રોજ સમાધાન કરવા માટે સિધ્ધરાજભાઇના એગ્રો ખાતે ભેગા થયા હતા.

તે દરમિયાન બે યુવકોએ સમાધાન કરવાની ના પાડતા નવ યુવકોએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા રાણપુર પોલીસે આરોપી વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે. રાણપુરના કુંભારવાડા બાપુવાડીમા રહેતા દેવરાજભાઇ મેરૂભાઇ આલે રાણપુર ધારપીપળા રોડ ઉપર જમીન વેચાતી રાખી શોપીંગ બનાવ્યુ છે. આ જમીન બાબતે રાણપુરના મનિષભાઇ વાલજીભાઇ ખટાણાએ છ મહિના પહેલા આવીને દેવરાજભાઇ રબારીને આ જમીન મારી છે તેમા કોઇ શોપીંગ ન બનાવતો તેમ છતા દેવરાજભાઇ રબારીએ શોપીંગ બનાવતા આ બાબતે તા.3/4/21ના રોજ બપોરના 2.00 કલાકે સમાધાન કરવા માટે સિધ્ધરાજભાઇના એગ્રોમા બેઠક કરી હતી.

આ બેઠક દરમિયાન ભરતભાઇ અને રાહુલભાઇએ સમાધાન કરવાની ના પાડતા મનિષભાઇ ખટાણાએ જતા જતા કહેતા ગયા હતા કે તમારે જેમ રહેવુ હોય તેમ રહેજો ત્યાબાદ સાંજે 6.00 કલાકે દેવરાજભાઇ શોપીંગનુ ચાલતુ હતુ ત્યા હથા ત્યારે શોપીંગની સામે આવેલ સિધ્ધરાજભાઇ જીવાભાઇની ખાતર તથા બિયારણના એગ્રોની દુકાનમા રાહુલભાઇ રામભાઇ કાળોતરા અને ભરતભાઇ ગભરૂભાઇ મોરી અને જયંતિભાઇ આત્મારામભાઇ રામાનુજ એગ્રોમા હતા તે દરમીયા સ્કોર્પીઓ અને સ્વીફ્ટ ગાડીમા દેવાભાઇ વરજાંગભાઇ ભુવા રહે.નાનીવાવડી, દાનાભાઇ ચોથાભાઇ જોગરાણા રહે. ધારપીપળા, દેવાભાઇ ઉર્ફે રાધે જગમલભાઇ પરમાર રહે. કૃષ્ણનગર, ગોવિંદભાઇ હરીભાઇ સાટીયા રહે.સાંગણપુર, વિરમભાઇ સાટીયા રહે.સાંગણપુર, કાનાભાઇ કેહાભાઇ સાટીયા રહે. સાંગણપુર, વનાભાઇ ભુવા રહે. નાનીવાવડી અને હર્ષદભાઇ સભાડ રહે. રાણપુર આ તમામ લોકો લાકડા લઇને આવીને ભરતભાઇ અને રાહુલભાઇને માર મારી એગ્રોમા તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાથી જતા રહ્યા હતા.

ગંભીર ઇજાગ્રસ્ત ભરતભાઇ અને રાહુલભાઇને સૌ પ્રથમ રાણપુર સરકારી દવાખાને અને ત્યારબાદ વધુ સારવાર માટે બોટાદની છાયા હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા હતા. આ બનાવ અંગે દેવરાજભાઇ મેરૂભાઇ આલ જાતે.રબારી રહે. રાણપુર વાળાએ રાણપુર પોલીસ સ્ટેશનમાં દેવાભાઇ ભુવા રહે. નાનીવાવડી, દાનાભાઇ જોગરાણા રહે. ધારપીપળા, દેવાભાઇ ઉર્ફે રાધે જગમાલભાઇ પરમાર રહે. કૃષ્ણનગર, ગોવિંદભાઇ સાટીયા રહે.સાંગણપુર વિરમભાઇ રણછોડભાઇ સાટીયા સાંગણપુર, કાનાભાઇ દેહાભાઇ સાટીયા સાંગણપુર, વનાભાઇ ભગાભાઇ ભુવા નાનીવાવડી, હર્ષદભાઇ અરજણભાઇ સભાડ રહે.રાણપુર, ગોપાલભાઇ રામભાઇ શિયાળીયા રહે. રાણપુર અને મનિષભાઇ ખટાણા રહે. રાણપુર વાળા વિરોધ્ધ ફરીયાદ નોંધાવતા વધુ તપાસ પીએસઆઇ નીતેશ સગર ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો