રજુઆત:રાણપુરમાં ગૌચરનું દબાણ દૂર કરવા માલધારી સમાજ દ્વારા રેલી યોજી આવેદનપત્ર અપાયું

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગૌચરનું દબાણ દૂર નહીં થાય તો ગાંધીચિંેધ્યા માર્ગે આંદોલન કરાશે

રાણપુર ગામતળમાં 1500 થી 1800 વીધા જમીન આવેલી છે આ જમીન ઉપર અસામાજીક તત્વો, ભુમાફીયાઓ દ્રારા વર્ષોથી દબાણ કરવામાં આવ્યુ છે આ અંગે તંત્રને વારંવાર રજુઆત કરવા છતા આજદીન સુધી આ દબાણૉ દુર થયા નથી હાઈકોર્ટ તરફથી આ દબાણો દુર કરવા માટે બે હુકમ કરવામાં આવ્યા છે તેમજ ડી.આઈ.એલ.એફ. તરફથી માપણી પણ થઈ ચુકી છે તેમ છતા આ દબાણ ધારકોએ દબાણ ખાલી કરેલ નથી.

સરકાર તરફથી નોટીસ આપેલ છે પણ આ ગેરકાયદેસર દબાણ કરેલા ભુમાફીયા, રાજકીય વગર ધરાવતા લોકો હોઈ અધિકારીઓ આંખ આડા કાન કરે છે નહિતર સરકાર તરફથી લેન્ડ ગ્રેબીંગ કેમ દાખલ કરતા નથી ? આવા ગેરકાયદેસર દબાણો દુર કરી ગૌચર ખાલી કરાવશો નહીતર ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેમ સમગ્ર માલધારી સમાજે તા.2/9/22 ના રોજ રેલી સ્વરૂપે એકઠા થઈ નાયબ મામલતદાર બી.પી.રાણા અને નાયબ ટી.ડી.ઓ રોનક પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ મોટી સંખ્યામાં વેપારીઓ, ભાજપના કાર્યકરો પણ જોડાયા હતા અને જો આવનાર દિવસોમાં આ દબાણ દુર કરવામાં નહિ આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી માલધારી સમાજે આપી હતી.

અન્ય સમાચારો પણ છે...