વીજળીના રોજીંદા ધાંધીયા:રાણપુરમાં વીજળીના ધાંધિયાથી લોકો ત્રાહિમામ્ તંત્ર નિદ્રામાં

બોટાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રાણપુર વેપારી મહામંડળની રાણપુર બંધની ચીમકી ઉચ્ચારી

3-4 માસથી રાણપુરમાં વીજળીના રોજીંદા ધાંધીયા શરૂ થઈ ગયા છે. દેશ જ્યારે 21મી સદીમાં વિકસીત થઈ રહ્યો છે ત્યારે રાણપુર જી.ઈ.બી.ની પેટાવિભાગીય કચેરી રાણપુરને 18 મી સદીમા લઈ જવા માગતી હોય તેમ 3-4 માસથી વીજળી ગુલ થવાની રોજીંદી ઘટના બની રહી છે.

રોજ ગુલ થતી વીજળી પાછી ક્યારે આવે તે નક્કી જ નહી કોઈ પણ પ્રકારની જાણ વગર લાઈટ કાપવામાં આવે છે અથવા ફીડરમાં ફોલ્ટ થઈ જાય છે. એક બાજુ ભયંકર બફારાને લઈને લોકો પરેશાન છે ત્યારે વગર લાઈટે લોકો રીતસરના રઘવાયા થઈ જાય છે. લાઈટ ઉપર રોજગારી મેળવવા લોકો અને બહારગામથી કામ કરવા આવેલ લોકોના કામ રજળી પડે છે.

છેલ્લા દોઢેક વર્ષ પહેલા આવા પ્રોબ્લેબ થતા તે વખતના ઉર્જામંત્રી સૌરભ પટેલને રૂબરૂ રજુઆત કરતા રાણપુર અર્બન ફીડર તથા દરબારગઢ જે.જી.વાય ફીડર જુદા પાડવામાં આવ્યા હતા આ થોડા સમય માટે વ્યવસ્થિત ચાલ્યા બાદ છેલ્લા ત્રણ ચાર માસથી રોજીંદા લાઈટના ધાંધીયા રાણપુરમાં શરૂ થતા દરેક શહેરીજનો ત્રાહીમામ પોકારી ગયા છે.

આ લાઈટના ત્રાસથી ત્રાહીમામ પોકારી રાણપુર વેપારી મહમંડળ ઉપપ્રમુખ સુલ્તાનભાઈ બાઘડીયાએ રાણપુર ગામ બંધની ચીમકી ઉચ્ચારી છે. રાણપુર શહેરમાં લાઈટના ધાંધીયાને લઈ 40 થી 50 વેપારીઓ ડી.ઈ. રાણપુરને મળી આ અંગે જણાવેલ કે ત્રણ દિવસમાં વીજળીની સમસ્યાનું નિરાકરણ લાવો નહી તો ગામબંધનું એલાન આપીશુ.

3-4 દિવસથી લાઈટ ફોલ્ટના જે ફોન આવેલ છે તેમા 50 ટકા ફોન રાણપુરના હોય છે રાણપુરમાં મોનીટરીંગ માટે બોટાદથી એક એન્જીનીયર મોકલવામાં આવેલ છે અને રોજીંદી ત્રણ થી પાંચ વાર લાઈટ જાય છે તે ચાલે નહી અને પેટાવિભાગીય કચેરી પાસેથી લાઈટના ડેટા મંગાવવામાં આવેલ છે ટુંક સમયમાં આ સમસ્યાનું નીરાકરણ લાવીશું તેમ જી.ઈ.બી કાર્યપાલક ઈજનેર જીવાણીએ જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...