રાણપુર તાલુકાના નાગનેશ ગામે ખેડૂતના ખેતરમાં ઉભા પાકમાં 28 લોકોએ પોતાના બકરા, ગાય અને ભેસ ચરાવી ખેડૂતના ઉભા પાકને નુકશાન પહોચાડતા રાણપુર પોલીસે 28 લોકો વિરોદ્ધ ગુન્હો નોંધી કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાણપુર તાલુકાના નાગનેશ ગામે રહેતા જસરાજભાઈ નાગજીભાઈ વેલાણી,સવજીભાઈ જેઠાભાઈ ગોહિલ, દોલતસંગ હરિભાઈ રાઠોડ, ચીકાભાઈ લધુભાઈ ગોહિલ સવજીભાઈ જેઠાભાઈ ગોહિલે તમની દેવળીયાનાં માર્ગે આવેલી વાડીમાં કપાસનું વાવેતર કર્યું છે તે ખેતમાં 200 જેટલા બકરાનું ટોળું અને 150 જેટલી ભેંસો તમારા ખેતરમાં બકરા, ગાયો અને ભેંસો લઈને નારાયણ રાહાભાઈ શિયાળીયા, રધુ નારાયણભાઈ શિયાળીયા, દિનાં કરણાભાઈ શિયાળીયા, કેહાં મોહનભાઈ શિયાળીયા, નવઘણ કેહાભાઈ શિયાળીયા, લક્ષમણ કેહાભાઈ શિયાળીયા, રામજી કેહાભાઈ શિયાળીયા, જીણા સામતભાઇ શિયાળીયા, અરજણ જીણાભાઈ શિયાળીયા, કરમણ જીણાભાઈ શિયાળીયા, દેવા મેલાભાઈ શિયાળીયા શિયાળીયા, દેવા પોપટભાઈ શિયાળીયા, લાલુ હાદુભાઈ બોળીયા, ભનુ લાલુભાઈ બોળીયા, રઘા કમાંભાઈ શિયાળીયા, લાલા રઘાભાઈ શિયાળીયા, ખીમા મોહનભાઈ શિયાળીયા, દિલા દાનાંભાઈ શિયાળીયા, ભગત કમાંભાઈ શિયાળીયા, લક્ષ્મણ વલુભાઈ શિયાળીયા, કાળું વલુભાઈ શિયાળીયા, ભગવાન ભોપાભાઈ શિયાળીયા, કના મોંઘાભાઈ શિયાળીયા, લાલા ગીગાભાઈ શિયાળીયા, વલુ કમાભાઈ શિયાળીયા, વિઠ્ઠલ બબુભાઈ બોળીયા, મના કમાભાઈ શિયાળીયા અને દાના લાલુભાઈ બોળીયા તમામ રહે. નાગનેશ વાળા ખેતરમાં વાવેલ ઉભા પાકમાં ઢોર ચરાવી નાખી ખેડૂતોનાં ઉભા પાકને નુકશાન કરતા રાણપુર પોલીસે ઉપરોક્ત 28 આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.