કાયદેસરની કાર્યવાહી:બોટાદના નાગલપર ગામે શેઢામાં ચાલવા બાબતે કાકાએ ભત્રીજાની હત્યા કરી, 6 સામે ગુનો નોંધાયો

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતકના ભાઈને સામાન્ય ઈજા થતાં હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાં પોલીસે પૂછપરછ કરી હતી. - Divya Bhaskar
મૃતકના ભાઈને સામાન્ય ઈજા થતાં હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાં પોલીસે પૂછપરછ કરી હતી.
  • કાકા-ભત્રીજાને થતી તકરારની દાજ રાખી કાકા તથા તેમના પરિવારના સભ્યોએ તીક્ષ્ણ હથિયારના ઘા માર્યા

બોટાદ તાલુકાના નાગલપર ગામે શેઢામાં ચાલવા બાબતે કાકા ભત્રીજાને વારંવાર તકરાર થતા તેની દાજ રાખી કાકા અને તેમના પરીવારના સભ્યો તીક્ષ્ણ હથીયાર વડે ભત્રીજા ઉપર તુટી પડતા ભત્રીજાનું મોત નિપજ્યુ હતુ.

પોલીસ સુત્રો દ્વારા મળતી માહીતી મુજબ બોટાદ તાલુકાના નાગલપર ગામે વનરાજભાઈ કીહલા (કોળી) અને તેમના કાકા લાલજીભાઈ ખોડાભાઈ કીહલા (કોળી) બન્ને વાડીએ શેઢા પાડોશી હોવાથી આ જમીન વડીલો પાર્જીત હોવાથી તેના સાત સાત વિઘાના બન્નેના ભાગ પડેલા છે તેથી લાલજીભાઈની વાડીના નીચેના છેડેથી વનરાજભાઈ અને તેમના ભાઈને ચાલવાનો રસ્તો છે પરંતુ આ રસ્તે લાલજીભાઈ તેમના બન્ને ભત્રીજાને ચાલવા દેતા ન હોવાથી બે વર્ષથી કાકા ભત્રીજા વચ્ચે બોલાચાલી થઈ હતી અને તે સમયે સામ સામે પોલીસ કેસ પણ થયો હતો.

આ બાબતે વારંવાર તકરાર ચાલતી હતી જેની દાજ રાખી 7/9/22 ના રોજ બપોરના 12:45 કલાકે કરશનભાઈ ગોવિંદભાઈ કીહલા (કોળી) ઉ.વર્ષ. 40 પોતાના ખેતરમાં હતા તે દરમિયાન તેમના શેઢા પાડોશી અને કાકા અને તેમના પરીવારના સભ્યો લાલજીભાઈ ખોડાભાઈ કીહલા(કોળી), પાંચુબેન લાલજીભાઈ કીહલા, વિપુલ લાલજીભાઈ કીહલા,દીનેશ લાલજીભાઈ કીહલા. પુર્વાબેન વિપુલભાઈ કીહલા, કિંજલ ઉર્ફે કાજલબેન દીનેશભાઈ કીહલા તમામ (રહે. નાગલપર તા.બોટાદ) એકસંપ થઈ હાથમાં ધારીયુ, છરી, કોદાળી જેવા ઘાતક હથીયારો વડે કરશનભાઈ કીહલા ઉપર પેટે, ગળાના ભાગે અને માથામા આડેધડ ઘા મારી અમારા ખેતરમાંથી ચાલીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હત્યા કરી ત્યાંથી નાશી છુટ્યા હતાં.

આ ઘટનાની જાણ થતા બોટાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતકની લાશને પી.એમ. માટે બોટાદની સોનાવાલા હોસ્પિટલે ખસેડવામાં આવી હતી કાકા એજ ભત્રીજાની હત્યા કરી હોવાની જાણ થતા નાના એવા નાગલપર ગામમા હાહાકાર મચી ગયો હતો. આ અંગે વનરાજભાઈ ગોવીંદભાઈ કીહલા(કોળી) ઉ.વ.35 એ બોટાદ પોલીસ સ્ટેશનમાં ઉપરોક્ત 6 આરોપીઓ વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધાવતા આગળની તપાસ પી.આઈ. વી.પી. ગોલ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...