ફરિયાદ નોંધાઇ:નાવડાની પરણિતાના પિયરિયા પર સાસરિયાંનો હુમલો

બોટાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

બરવાળા તાલુકાના નાવડા ગામના સંજયભાઈ કાળુભાઈ ડાબસરા ની બહેનની ભાણીના લગ્ન નવા નાવડા ગામે રહેતા વિશાલભાઈ રાજુભાઈ અડાણીયા સાથે થયા હતા સંજયભાઈની ભાણીને તેના સાસરીયા પક્ષ દ્રારા હેરાન કરતા હોવાથી તા.28/7/22 ના રોજ રાત્રીના 8 વાગ્યે સંજયભાઈ તેમના પિતા કાળુભાઈ, માતા કૈલાશબેન અને તેમની બહેન જનકબેન કાર લઈને જનકબેન ની પુત્રીને તેડવા ગયા હતા ત્યારે જનકબેનની પુત્રીના સાસરીયા પક્ષ દ્રારા સંજયભાઈ અને સાથે ગયેલા પરીવારને અપશબ્દો બોલી જાન થી મારી નાખવાની ધમકી આપી માર મારી જાન થી મારી નાખવાની ધમકી આપી હતી અને સંજયભાઈ ને માથાના ભાગે ઈજા થતા બરવાળા સરકારી દવાખાને સારવાર માટે લાવ્યા હતા.

આ બનાવ અંગે સંજયભાઈ કાળુભાઈ ડાબસરાએ બરવાળા પોલીસ સ્ટેશનમા લાલા રાજુ અડાણીયા, વિશાલ રાજુ અડાણીયા, હંસા રાજુ અડાણીયા અને રાજુ દેવરાજભાઈ અડાણીયા રહે તમામ નવા નાવડા.તા.બરવાળા વિરૂધ્ધ ગુનો નોંધાવતા આગળની તપાસ હેડ.કો. ઝાલાભાઈ ગમારા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...