રાણપુર તાલુકાના કુંડલી ખાતે રહેતા સુનીલભાઈ જશુભાઈ મીઠાપરાએ તેમના ઘર પાસે ઉભા રહેતા યુવકને ઉભા રહેવાની ના પાડતા સુનીલભાઈને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાણપુર તાલુકાના કુંડલી ગામે રહેતા સુનીલભાઈ જશુભાઈ મીઠાપરા તા.5/6/22નાં રોજ રાત્રે 10.૦૦ કલાકે છાશ લઇ ઘરે આવતા હતા.
તે દરમિયાન સુનીલભાઈનાં ઘર પાસે આજ ગામના અર્જુન ધીરૂભાઈ મીઠાપરા ઉભો હતો અને તેમના ઘર પાસે નીકળતો હોતો જેથી સુનીલભાઈએ અર્જુનને ઘર પાસે ન ઉભા રહેવા અને ઘર પાસે ના નીકળવા માટે ઠપકો આપતા હતા. તે દરમિયાન અર્જુનનો ભાઈ કિરણ ધીરૂભાઈ મીઠાપરા લાકડી લઈને આવીને ગાળો બોળી માથામાં લાકડી મારી માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ બનાવ અંગે સુનીલભાઈ મીઠાપરાએ રાણપુર પોલીસ સ્ટેશનમાં અર્જુન ધીરૂભાઈ મીઠાપરા રહે. કુંડલી અને કિરણ ધીરૂભાઈ મીઠાપરા રહે. કુંડલી વિરૂદ્ધ ફરિયાદ નોંધવાતા પોલીસે કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે. યુવકને માથામાં લાકડી મારતાં યુવાન ઘાયલ થયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.