ધમકી:ખાંભડામાં દિયરે ભાભીને પૈસા મુદ્દે ધમકી આપી

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉછીના પૈસા પરત દેવાની સગવડતા ન હતી

બરવાળા તાલુકાના ખાંભડા ગામે રહેતા બાધુબેન રાજુભાઈ સાથળીયાએ તેના દિયર પાસે ઉછીના લીધેલા પૈસા પરત દેવાની સગવડ ન હોવાથી દિયરે ભાભીને લાકડા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા બરવાળા પોલીસે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રો દ્રારા મળતી માહિતી મુજબ બરવાળા તાલુકાના ખાંભડા ગામે રહેતા બાધુબેન રાજુભાઈ સાથળીયા જાતે. દે.પુ. તા.16/9/21 નાં રોજ સવારે 8.૦૦ કલાકે ઘર પાસે ઉભા હતા તે દરમિયાન તેમનો દિયર ભરત લાભુભાઈ સાથળીયા ત્યાં આવીને રૂ. 10000 માંગતા બાધુબેને અત્યારે પૈસાની સગવડતા ન હોવાથી થશે ત્યારે આપવાનું કહેતા ભરત સાથળીયા એકદમ ઉશ્કેરાઈ જઈ ગાળો બોલી લાકડા વડે બાધુબેનને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે બાધુબેન રાજુભાઈ સાથળીયાએ બરવાળા પોલીસ સ્ટેશનમાં આરોપી ભરત લાભુભાઈ સાથળીયા વિરૂદ્ધ ગુન્હો નોંધાવતા પોલીસે કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...