ડબલ મર્ડર:રાણપુરના ગુંદા ગામે પતિએ પત્ની અને ભાભીની છરીના ઘા મારી હત્યા કરી, આરોપી ફરાર

બોટાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એસપી સહિતનો પોલીસકાફલાએ ઘટનાસ્થળે પહોંચી આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યાં

રાણપુર તાલુકાના ગુંદા ગામે મંગળવારે સવારનાં સમયે પતિએ પત્ની અને તેમના ભાભીની છરીનાં ઘા મારી હત્યા કરી નાસી છૂટતાં નાનાએવા ગુંદા ગામમાં હાહાકાર મચી ગયો હતો.

રાણપુર તાલુકાના ગુંદા ગામે મંગળવારના રોજ સવારે 11 કલાકે ભીખુભાઈ સુરસંગભાઈ ડોડિયા અને તેમના પત્ની હર્ષાબેન ભીખુભાઈ ડોડિયા (ઉં.વર્ષ. 51) ઘરે એકલા હતા અને આ દરમિયાન ભીખુભાઈનાં ભાભી ધીરજબેન કપડાં ધોવા માટે તેમના ઘેર આવ્યાં હતાં. પરિવારનાં બીજા સભ્યો વાડીએ ગયા હતા આ દરમિયાન કોઈ અગમ્ય કારણસર ભીખુભાઈ અને તેમના પત્ની વચ્ચે બોલાચાલી થતા ધીરજબેન વચ્ચે પડતા ભીખુભાઈ ડોડિયાએ છરી વડે હુમલો કરતા તેમના પત્ની હર્ષાબેન ડોડિયા ઉ.વર્ષ.51 અને તેમના ભાભી ધીરજબેન રણજિતભાઈ ડોડિયા (ઉં.વર્ષ. 55) બન્નેને છરીના આડેધડ ઘા મારી બન્નેની હત્યા નીપજાવી ભીખુભાઈ ડોડિયા ફરાર થઈ ગયો હતો.

આ ઘટનાની જાણ થતા બોટાદ જિલ્લા એસ.પી. હર્ષદ મહેતા, ડી.વાય.એસ.પી. સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચી બન્નેનાં મૃતદેહને પી.એમ. માટે રાણપુરની સરકારી હોસ્પિટલે લઇ જવાયા હતા. જ્યારે ફરાર આરોપીને શોધીપાડવા પોલીસે નાકાબંધી કરી તપાસ હાથ ધરી છે. આ હત્યા સમયે ઘરે માત્ર ત્રણ જ સભ્યો હાજર હતા માટે આ હત્યાનું કારણ હજી અકબંધ રહ્યું છે. સાચુ કારણ હત્યારો ઝડપાય ત્યારેજ જાળી શકાશે.

આમ નાના એવા ગુંદા ગામમાં ડબલ હત્યાના બનાવથી હાહાકાર મચી ગયો હતો. મૃતક પત્ની હર્ષાબેન ભીખુભાઈને ૩ સંતાન છે. મૃતક હર્ષાબેન અને ભીખુભાઈનાં દાંપત્ય જીવનમાં ૩ સંતાનો છે જેમાં 2 દીકરા અને 1 પુત્રી છે જ્યારે તેમના ભાભી ધીરજબેન રણજિતભાઈ ડોડિયા નિશાંતાન છે તેમ તેમના પરિવારમાંથી જાણવા મળ્યું હતું.