રજૂઆત:રાણપુરની ગાયત્રી સોસા.માં ભૂગર્ભ ગટરનું કામ નબળું થયું

બોટાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોસાયટીના લોકોએ બોગસ કામ અંગે તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી યોગ્ય કરવા જણાવ્યું

રાણપુરમાં આવેલ ગાયત્રી સોસાયટી ભૂગર્ભ ગટરનું કામ બોગસ થતું હોવાની સ્થાનિક લોકોએ આ કામ અંગે તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી ભૂગર્ભ ગટરનું કામ સારૂ કરાવવામાં માટે માંગ કરી હતી.

આ રજુઆતમાં ગાયત્રીનગરનાં રહીશોએ જણાવ્યું હતું કે ગાયત્રી સોસાયટીમાં નાખવામાં આવેલ ભૂગર્ભ ગટરનું કામ આડેધડ કરવામાં આવ્યું છે.આખું કામ પૂર્ણ થયું ત્યાં સુધી કોન્ટ્રાક્ટર કે એન્જીનીયર એકપણ વખત કેવાપ્રકારનું કામ થાય છે તે જોવા આવ્યા નથી. આ ગટરના કામમાં ખોદકામ દરમ્યાન કોઇપણ જગ્યાએ લેવલ લેવામાં આવ્યું નથી. કુંડીઓ પણ આડેઘડ ગમે તેમ રીતે બનાવી દેવામાં આવી છે. કુંડીને પ્લાસ્ટર પણ કરવામાં આવ્યું નથી. ભૂંગળા અને ઇંટો હલકી ગુણવત્તાની વાપરવામાં આવી છે.

એક ફૂટ પાણીમાં કુંડી બનાવીને ખાડો પૂરીને જતા રહ્યા છે માટી પણ વ્યવસ્થિત નાખવામાં આવી નથી. ખોદકામ દરમ્યાન પાણીની લાઈનો તૂટી ગઈ હતી એ ફિટ કર્યા બાદ લાઈન ચેક કર્યા વગર દાટી બુરી દેતા આજે પણ પાણી સાથે ગટરનું ગંધાતું પાણી આવે છે. જે પીવાથી રોગચાળો ફાટી નીકળવાનો ભય રહેતો હોવાથી ગાયત્રી સોસાયટીના રહીશોએ આ ભૂગર્ભ ગટરના બોગસ કામ અંગે તા.6/10/21ના રોજ તાલુકા વિકાસ અધિકારી રાણપુરને રજૂઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...