લગ્નોત્સવનું આયોજન:ધંધુકામાં સનાતન ધર્મના 111 નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યાં

બોટાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમુહલગ્નમાં કારગિલ યુદ્ધમાં શહિદ થનારના પરિવારનું પૂજન કરાયું
  • રેડક્રોસ બ્લડ બેંક દ્રારા 328 બોટલ રક્ત એકત્રીત કરવામાં આવ્યું

આસ્થા ફાઉન્ડેશન સંચાલીત શ્રી ધંધુકા યુવા બ્લડ ડોનેટ ગ્રુપ દ્રારા આયોજીત સર્વજ્ઞાતીય સમુહ લગ્નોત્સવનું આયોજન તા6/11/22 ના રોજ કરવામાં આવ્યુ હતુ. આ સમુહ લગ્નનુ ઉદઘાટન જનકસિંહ સાહેબ અમરધામ છલાળા, સહિતના સંતો, મહંતો અને દરેક સમાજના આગેવાનો દ્રારા દિપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યુ હતુ.

સનાતન (હિન્દુ) ધર્મના 4 વેદ યર્જુવેદ, સામવેદ, અર્થવવેદ, ઋગવેદનું પુજન, નવદુર્ગા સ્વરૂપ 9 કુવારી કન્યાનું પુજન, ભારતીય ધર્મ સંસ્કૃતીના રક્ષક પુજ્ય સંતોનંુ પુજન, ભારત માતાના રક્ષણ માટે શહિદી વહોરનાર શહિદના પરિવારનુ પુજન, રાજભા ગઢવી રાષ્ટ્રવાદી લોક સાહીત્યકારનું પુજન, ગૌ માતાનુ પ્રત્યક્ષ પુજન, અખંડ ભારતના નિર્માણ માટે સૌ પ્રથમ પોતાનુ રાજ્ય ભારતમાતા કાજે અર્પણ કરનાર રાજવી પરિવારના યુવરાજ જયવીરરાજસિંહજી ગોહિલનુ પુજન કરવામાં આવ્યું હતુ.

આ મહોત્સવમાં કિમ્સ હોસ્પિટલ બોપલના સહયોગથી સર્વ રોગ નિદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ હતુ તેમજ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ એકત્રીત થયેલ બ્લડ દ્રારા પદ્મશ્રી જોરાવરસિંહ જાદવની રક્તતુલા કરવામાં આવી હતી.નવદંપતીઓને સમુહ લગ્નના આયોજક સ્વ.દિપસિંહજી માવુભા ચાવડા પરીવારના સજનબા દિપસિંહજી ચાવડા અને તેમના 4 પુત્રો વનરાજસિંહ,ચેતનસિંહ,ઉપેન્દ્રસિંહ અને પૃથ્વીરાજસિંહ દ્રારા આર્શિવચન અને પુષ્પવર્ષા કરી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...