બોટાદમાં પરીણિત મહિલા ઘરમાં નાનીમોટી બાબતમાં કજીયાકંકાસ કરી કોઇને કહ્યા વિના ઘરેથી નીકળી જતા બોટાદ પોલીસની સીસીટીવી ટીમે આ મહિલાના પતિની ફરીયાદના આધારે મહિલાને શોધીને મહિલાને તેના પતિને સોપવામા આવી હતી. પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ બોટાદ પોલીસ સ્ટેશન ખાતે તા.30/4/22ના રોજ એક અરજદાર વિનોદભાઇ મનજીભાઇ સોલંકી આવીને જણાવ્યુ હતુ કે મારી પત્ની આરતીબેન ઉર્ફે જ્યોતી વિનોદભાઇ સોલંકી છેલ્લા આઠ દિવસથી ઘરમાં નાની નાની બાબતમાં કજીયાકંકાસ કરે છે, અને અવાર-નવાર મરી જવાની અને ઘરેથી નીકળી જવાની ધમકી આપે છે.
તેઓ તા.30/4/22ના રોજ સવારના 10 થી 10 વાગ્યા આસપાસ મારી પત્ની ઘરેથી કહ્યા વગર નીકળી ગઇ છે, અને હજી સુધી ઘરે પરત આવી નથી અને અમે સવારના શોધખોળ કરી રહ્યા છીએ. તેમજ તેના ભાઇને પણ ફોન કરીને પુછ્યુ હતુ તો ત્યા પણ તે નથી જેથી બોટાદ પોલીસની મદદ માંગતા બોટાદમાં લાગેલા સી.સી.ટી.વી. કેમેરાના ફુટેજ ચેક કરતા રેલવે સ્ટેશન લોકેશનનાં કેમેરામાં ગુમ થયેલ મહિલા રીક્ષામાંથી ઉતરતા દેખાઇ હતી ત્યારબાદ તે મહિલા ભાવનગર તરફ જતી ટ્રેનમાં બેસી હતી જેથી તુરંત જ વિનોદભાઇ મનજીભાઇ સોલંકીને ભાવનગર મોકલી સગા સબંધીને ત્યાં શોધખોળ કરાવતા ગુમ થયેલ મહિલા મળી આવી હતી ને તેઓને પરત બોટાદ પોલીસ સ્ટેશન ખાતે લાવી તેના પતિને સોંપી દેવામા આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.