કામગીરી:બોટાદમાં બાઇકની ચાવી લાગી જતાં અન્યનું બાઇક લઇ યુવાન જતો રહ્યો, CCTV ટીમે પરત અપાવ્યું

બોટાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોટાદમાં ટાવર રોડ પર આવેલી એન્ટીક શો રૂમ પાસેથી ગુમ થયેલું બાઇક બોટાદ પોલીસની સીસીટીવી ટીમે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત લગાવેલા સીસીટીવીની મદદથી શોધી કાઢ્યુ હતુ.ગત સોમવારના 2 મેના રોજ બપોરના 2.30 થી 3.00 કલાક દરમિયાન એક ઇસમ પોલીસ સ્ટેશન આવીને જણાવ્યુ હતુ કે તે પોતાનું બાઇક નં. જી.જે.07 એ.એસ.4091 કિ.રૂ. 25000 લઇ એન્ટીક શો-રૂમ ટાવર રોડ સામે પાર્ક કરી હતી. ત્યાંથી કોઈ અજાણ્યો ઇસમ તેઓનું બાઇક ચોરી કરી લઇ ગયો છે

ત્યારબાદ તેઓએ ઘણી શોધખોળ કરવા છતાં મળ્યુ નથી, જેથી તેમણે બોટાદ પોલીસની મદદ માંગતા સી.સી.ટી.વી. કમાન્ડ & કંટ્રોલ સેન્ટર (નેત્રમ)નો સંપર્ક કરી તમામ હકીકત જણાવતા ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. એ.બી.પરમારના માર્ગદર્શન હેઠળ ફરજ પરના નેત્રમના સર્વેલન્સના પોલીસ કર્મચારી તથા આઉટસોર્સથી ફરજ બજાવતા એન્જીનિયરોએ બોટાદમાં લાગેલા સી.સી.ટી.વી. કેમેરાની મદદથી બાઇક રજી.નં. જી.જે.07 એ.એસ.4091 ની મુવમેન્ટ ચેક કરતા આ બાઇક હવેલી ચોકના કેમેરામાં દેખાઈ આવી હતી. ત્યારબાદ બાઇકની મુવમેન્ટ પરથી તેને પકડી CCTV કમાન્ડ કંટ્રોલ ખાતે લાવી પુછપરછ કરતા આ બાઇક શરતચુકથી ચાવી લાગી જતા લઇ ગયા હોવાનું જણાવતા બન્ને પક્ષો વચ્ચે સમાધાન થયુ હતુ ત્યારબાદ બન્ને પક્ષોને પોલીસ સ્ટેશને લઇ જઈ નિવેદન લખાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...