ધમકી આપતા ફરિયાદ:બોટાદમાં VHPનાં તાલુકા અધ્યક્ષને જાનથી મારી નાખવાની ધમકી મળી

બોટાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં લગાવેલા માઈકો કાઢી નાખવાનું કહી યુવકે જાનથી મારી નાખવવાની ધમકી આપતા ફરિયાદ

બોટાદમાં વિશ્વહિન્દુ પરિષદનાં બોટાદ તાલુકા પ્રખંડ અધ્યક્ષ મહેન્દ્રભાઈ લાલજીભાઈ માળી ટાંકોલિયાને મુસ્લિમ સમાજના યુવક દ્વારા માઈકો કાઢી નાખવાનું કહી જાનથી મારી નાખવાની ધમકી આપતા બોટાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ બોટાદમાં મંગળપરા પાંચમી શેરી ભામણ રોડ ઉપર રહેતા અને વિશ્વહિન્દુ પરિષદમાં બોટાદ તાલુકા પ્રખંડ અધ્યક્ષ મહેન્દ્રભાઈ લાલજીભાઈ માળી ટાંકોલીયા તા.5/5/22નાં રોજ બપોરનાં ત્રણ કલાકે તેમનાં ઘરેથી દુકાની જતા હતા તે દરમિયાન નગલપર દરવાજા પાસે મેિડકલ નજીક રોડ ઉપર સામેથી નંબર વગરની સ્વિફ્ટ ગાડીમાં સિરાજ ઉર્ફે ડોન ખલ્યાણી બોટાદવાળો આવીને મહેન્દ્રભાઈને કહેવા લાગ્યા હતા કે ગામમાં તમારા દ્વારા માઈક બાંધેલા છે તે ઉતારી લેજો નહિતર કિશન ભરવાડ વાળી થશે.

તમને ગાડીમાં બેસાડી અપહરણ કરી જાવ તો મારૂ કોણ શું ઉખાડી લેશે અને ઊંચા અવાજે વાત કરી મહેન્દ્રભાઈ માળીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે મહેન્દ્રભાઈ લાલજીભાઈ માળી ટાંકોલીયાએ બોટાદ પોલીસ સ્ટેશનમાં આરોપી સિરાજ ઉર્ફે ડોન ખલ્યાણી વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...