વિવાદ:બોટાદમાં પુત્રે પિતાને મારી નાખવાની ધમકી આપી

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પિતાએ પુત્રને ઘરવખરીનો સામાન આપવાની ના પડતા પુત્રે માર માર્યો

બોટાદમાં જુના વાસમાં રહેતા દાનજીભાઈ અરજણભાઈ પારઘીનો પુત્ર રમેશને ઘરવખરીનો સામાન આપવાની ના પાડતા પુત્રએ પિતાને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ બોટાદમાં સાળંગપુર રોડ જુના વાસમાં રહેતા દાનજીભાઈ અરજણભાઈ પારઘીનો પુત્ર રમેશન દાનજીભાઈ પારઘી નવી પત્ની લાવ્યો હતો જેથી તેની પાસે ઘરવખરીનો સરસામાન ન હોવાથી રમેશ તેના પિતા દાનજીભાઈ પારઘીના ઘરે તા.9/4/2નાં રોજ બપોરે 2.30 કલાકે ઘરવખરીનો સરસામાન લેવા ગયો હતો.

ત્યારે દાનજીભાઈ પારઘીએ પુત્ર રમેશને સામાન લઈ જવાની ના પાડતા પુત્રએ પિતાને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગ દાનજીભાઈ અરજણભાઈ પારઘીએ બોટાદ પોલીસ સ્ટેશનમાં પુત્ર રમેશ દાનજીભાઈ પારઘી વિરૂદ્ધ ફરિયાદ નોંધવાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘરવખરીનો સામાન આપવાની ના પાડતાં પુત્રએ પિતાને માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જે બનાવને લઇ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...