કામગીરી:બોટાદમાં પોલીસે પડી ગયેલો મોબાઇલ પરત અપાવ્યો

બોટાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • CCTV કમાંડ એન્ડ કન્ટ્રોલ સર્વેલન્સ ટીમે લોકેશન મેળવી ફોરવ્હિલર ચાલક સુધી પહોંચી

બોટાદ સી.સી.ટી.વી. કમાંડ એન્ડ કન્ટ્રોલ સર્વેલન્સ ટીમે ખોવાયેલ મોબાઈલ સી.સી.ટી.વી મદદથી પરત મેળવી મૂળ માલિકને મોબાઈલ પરત કર્યો હતો. બોટાદ સી.સી.ટી.વી કમાન્ડ & કંટ્રોલ (નેત્રમ) ખાતે પોલીસ કર્મચારીઓ તા. 16/11/21 ના રોજ સર્વેલન્સ કરી રહ્યા હતા તે દરમ્યાન કલાક 00.7 કલાકે ખસ ચાર રસ્તા લોકેશન પર એક ફોરવ્હીલ ગાડી ઉભી રહી હતી.

જેમાથી 2 થી 3 માણસો નીચે ઉતર્યા હતા અને જેમાથી એક માણસ રોડ પરથી કઇક વસ્તુ ઉપાડતા જોવા તેવું જોવા મળતા કેમેરો ઝુમ કરી ચેક કરતા તે વસ્તુ મોબાઇલ હતો ત્યારબાદ તે લોકેશનનું રેકોર્ડિંગ ચેક કરતા કલાક 23/51 કલાકે ફોરવ્હીલ રજી.નં. GJ-16-BN-6021ના મોબાઇલ પડી ગયો હોવાનુ જાણવા મળ્યું હતું.

ત્યારબાદ મોબાઇલ લઇ જનાર ફોરવ્હીલનો રજી.નં. GJ-33-F-1213 શોધી કાઢી ICMS સોફ્ટવેર માથી RTO ડીટેઇલ કાઢી કોન્ટેક્ટ કરતા સંપર્ક ન થયો હોવાથી તેઓના એડ્રેસ પર જઇ મોબાઇલ પરત લઇ બોટાદ પોલીસ સ્ટેશન ખાતે જમા કરવામાં આવ્યો હતો. બોટાદ પોલીસ સ્ટેશન ખાતે કળથીયા કેતનભાઇ શીવલાંગભાઇને પોલીસ સ્ટેશન બોલાવી મોબાઇલ પરત અપાવી સરાહનીય કામગીરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...