ધરપકડ:બોટાદમાં પત્ની, સાળા, સાળી પર હુમલો કરનારો પતિ ઝડપાયો

બોટાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોટાદમાં ગઢડા રોડ ગુરૂકૂળ પાછળ રાઘેશ્યામ સોસાયટીમાં રહેતા સવીતાબેન શંભુભાઇ મુળીયાની દીકરી વર્ષાબેન સાથે લીંબડી તાલુકાના કટારીયા ગામના ચંન્દ્રકાંત ઉર્ફે ટીનો હરીશચંદ્ર વૈષ્ણવે લવ મેરેજ કર્યા બાદ વર્ષાબેન રીસામણે હોવાથી ચંન્દ્રાકાંત વૈષ્ણવે બોટાદ આવી સાસરીયાના પરીવારના બે સાળા અને તેની પત્ની અને બે સાળી સહિત પાંચ લોકો ઉપર છરી વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોચાડી નાશી જનાર આરોપીને બોટાદ પોલીસે લીંબડી ખાતેથી ઝડપી પાડી કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.

બોટાદમા ગઢડા રોડ ગુરૂકૂળ પાછળ રાઘેશ્યામ સોસાયટીમાં રહેતા સવીતાબેન શંભુભાઇ મુળીયાની દીકરી વર્ષાબેનના લીંબડી તાલુકાના કટારીયા ગામના ચંદ્રકાંત વૈષ્ણવ સાથે લવ મેરેજ કર્યા છે. અને તેઓને સંતાનમાં 8 માસની દીકરી છે વર્ષાબેન સાત મહિનાથી તેમની દિકરી સાથે બોટાદ ખાતે તેમના પિતાના ઘરે રીસામણે રહે છે. તે દરમિયાન વર્ષાબેનનનો પતિ ચંદ્રકાંત એક મહિના પહેલા તેમની નાની સાળી દયાબેનને લઇને ઘરેથી કહ્યા વગર ભાગી ગયો હતો અને છેલ્લા 12 દિવસથી પાછો આવ્યો છે જેથી વર્ષાબેન અને ચંદ્રકાંતના છુટાછેડાની વાતચીત ચાલુ હતી.

તા. 8/6/22ના રોજ સાંજના 5.30 કલાકે વર્ષાબેન અને તેમના ઘરના સભ્યો બધા ઘરે હતા તે દરમિયાન ચંદ્રકાંત ઉર્ફે ટીનો હરીશચંદ્ર વૈષ્ણવ વર્ષાબેનના ઘરે આવ્યો હતો અને વર્ષાબેનને કહેવા લાગ્યો હતો કે મને ઇક્કો ગાડીના કાગળો, જમીનના 7/12ના કાગળો તેમજ ઇ.ટી.લી.ટીના કાગળો આપ જેથી વર્ષાબેને આ ચંદ્રકાંત વૈષ્ણવને પહેલા છુટાછેડા કરો પછી કાગળો આપવાનુ કહ્યુ હતુ જેથી ચંદ્રકાંત એકદમ ઉશ્કેરાઇ ગયો હતો અને અપશબ્દો બોલવા લાગ્યો હતો અને નેફામાથી છરી કાઢી વર્ષાબેનના ભાઇ બીપીનભાઇ શંભુભાઇ મુળીયા, ચીરાગ શંભુભાઇ મુળીયા, વર્ષાબેન, હેતલબેન અને દસ્યાબેનનને છરીના આડેધડ ઘા મારી ચંદ્રકાંત નાશી છુટ્યો હતો. આ બનાવ અંગે સવીતાબેન મુળીયાએ બોટાદ પોલીસ સ્ટેશનમા આરોપી ચંદ્રકાંત ઉર્ફે ટીનો હરીશચંદ્ર વૈષ્ણવ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...