પોલીસ ફરીયાદ:બોટાદમાં પતિએ પત્નીને માર મારી ધમકી આપી

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોર્ટમાં કેસ ચાલતો હોવાથી કોર્ટે એક મહિના માટે પતિના ઘરે રહેવાનો હુકમ કર્યો હતો

બોટાદમાં શંકરપરામાં રહેતા પારૂલબેન જયપ્રકાશ મોઢેરાએ અમદાવાદ ખાતે કોર્ટમાં ભરણપોષણનો કેસ કર્યો હતો. જેને લઇ જયપ્રકાશભાઇએ પારૂલબેનને માર માર્યો હતો અને ફરિયાદ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બોટાદમાં શંકરપરામાં રહેતા પારૂલબેન જયપ્રકાશ મોઢેરાએ તેમના પતિ જયપ્રકાશ મોઢેરા વિરૂધ્ધ અમદાવાદ કોર્ટમાં ભરણપોષણનો કેસ તેમજ ઘરેલુ હિંસાનો કેસ કર્યો હતો.

આ કેસ હાલમા કોર્ટમા ચાલુ છે અને તા. 21/5/22ના રોજ કોર્ટ દ્વારા પારૂલબેને એક મહીના માટે તેમના પતિના ઘરે જવાનો હુકમ કર્યો હતો જેથી પારૂલબેનના પતિ તેમને તા. 29/5/22ના રોજ બોટાદથી અમદાવાદ તેડવા આવતા પારૂલબેન બોટાદ ખાતે તેમના બન્ને બાળકો સાથે આવ્યા હતા. ત્યારબાદ તા.4/6/22ના રોજ સવારે 9.30 કલાકે પારૂલબેન પોતા કરતા હતા તે દરમિયાન તેમના પતિ જયપ્રકાશે નાના દિકરા આર્યનનુ લીવીંગ સર્ટી અમદાવાદથી મંગાવવાનુ કહ્યુ હતુ જેથી પારૂલબેનને કહ્યુ હતુ કે તા. 2/7/22ના રોજ કોર્ટમા મુદત છે ત્યારે સર્ટી લેતા આવશુ તેમ કહેતા તેમના પતિ દ્વારા માથાના માર મારી દિવાલ સાથે માથુ ભટકાડી માર માર્યો હતો અને ફરીયાદ કરીશતો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...