તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસમાત:બોટાદમાં કારચાલકે મહિલાને અડફેટે લેતાં મોત નીપજ્યું

બોટાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તળાવે નહાવા આવેલી 2 મહિલા પૈકી એક તળાવના કાંઠે બેઠી હતી ત્યારે બનેલો બનાવ

બોટાદમાં તુરખારોડ પર આવેલા ખોડીયાર મંદિર પાસે આવેલા તળાવ કાંઠે બેઠલી મહિલાને ઇક્કો ગાડી ચાલકે અડફેટે લેતા મહિલાને ગંભીર ઇજા પહોચતા મોત નિપજ્યુ હતું. બોટાદમાં તુરખા રોડ ઉપર આવેલા ખોડીયાર માતાના મંદિર પાસે આવેલા તળાવમાં તા. 3/6/21ના રોજ નાહવા આવેલી બે મહિલાઓ તળાવ પાસે બેઠા હતા.

તે દરમિયાન અજાણ્યા ઇક્કો ગાડીના ચાલકે પુરપાટ ઝડપે ગાડી ચલાવી તળાવ પાસે બેઠલા સંતોષીબેન જેન્તીભાઇ (ઉ.વ.50)ને અડફેટે લેતા સંતોષીબેનને ગંબીર ઇજાઓ પહોચતા વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા હતા. જ્યા સારવાર દરમિયાન સંતોષીબેનનુ મોત નિપજ્યુ હતુ. આ બનાવ અંગે પ્રકાશભાઇ શંતુભાઇ પરમારે બોટાદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવતા વધુ તપાસ પી.એસ.આઇ. હેતલબેન જોષી ચલાવે છે.

અન્ય સમાચારો પણ છે...