• Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • In Botad, The Collusion Of Contractors And The System Would Have Made The Road Overnight, Soon Opening The Gaping System Pole.

લોકોમાં રોષ ફેલાયો:બોટાદમાં કોન્ટ્રાક્ટરો અને તંત્રની મીલીભગતથી રાતોરાત રોડ બની જતા, ટૂંક સમયમાં ગાબડાંઓ પડતા તંત્રની પોલ ખુલી

બોટાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
બોટાદમાં રાતોરાત બનતા રોડમાં કોઈપણ પ્રકારનું લેવલ હોતુ નથી - Divya Bhaskar
બોટાદમાં રાતોરાત બનતા રોડમાં કોઈપણ પ્રકારનું લેવલ હોતુ નથી
  • થોડા સમય પહેલાં બનેલ રોડની હાલત જોઈ લોકોમાં રોષ
  • તંત્ર નિંદ્રામાં, નેતાઓ ખુરશી બચાવવામાં વ્યસ્ત, પ્રજા પરેશાન

બોટાદ શહેરના હાર્દ સમો પાંચપડા રોડ કે જ્યાંથી રોજ હજારો લોકો અવર જવર કરી રહ્યા છે, આ રોડ રાતો રાત બની જતાં આગળ આગળ રોડનું કામ ચાલુ હોય છે તો પાછળ પાછળ આ નવો બનેલ રોડમાં ગાબડાઓ પડી જતા, કોન્ટ્રાક્ટરો અને તંત્રની મીલીભગતથી થતાં રોડના કામમાં ભ્રષ્ટાચારના લીધે લોકોના ટેક્ષનાં પૈસા વેડફાય રહ્યા હોય તેવું લાગે છે. ત્યારે તંત્ર સામે લોકો રોષે ભરાયા છે. બોટાદના હાર્દ સમા પાળીયાદ રોડ, નિકુ ફ્લેટ વાળો રોડ કે જ્યાં રોજ હજારો લોકો અવર જવર કરી રહ્યા છે આ રોડનું કામ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યુ છે.

પહેલા ફુટપાથ બનાવી ત્યારબાદ રોડ બનતા ઠેકઠેકાણે મસમોટા ખાડાઓ
પહેલા ફુટપાથ બનાવી ત્યારબાદ રોડ બનતા ઠેકઠેકાણે મસમોટા ખાડાઓ

અહીં પસાર થતા વાહન ચાલકો અકસ્માતનો ભોગ બને છે
વિવેકાનંદ ચોક પાસે આ રોડનુ કામ અટકી ગયુ હતુ. જેના લીધે રોડ ઉપર મોટી કડ પડી ગઈ છે જેને લઈ ત્યાંથી પસાર થતા વાહન ચાલકો અકસ્માતનો ભોગ બને છે. આ રોડ ઉપરથી ભરતનગર, પાંચપડા, મીરાપાર્ક, રાધાક્રુષ્ણ સોસાયટીમાં પ્રવેશ માટેનો મુખ્ય રોડ છે આ રોડ ઉપર અધિકારીઓ અને પદાધિકારીઓ વારંવાર પસાર થતા હોય છે. તેમ છતાં આ સમસ્યાનો કોઈ ઉકેલ આવેલ નથી માટે વહેલી તકે તંત્ર દ્રારા આ રોડનું કામ પુરૂ કરવામાં આવે તેવું આ વિસ્તારના લોકો ઈચ્છી રહ્યા છે.

આ કામ કરવામાં કોન્ટ્રાક્ટર દ્રારા લોલમલોલ
બોટાદ શહેરમાં વિકાસના કામો ચાલી રહ્યા છે. જેમાં શહેરમાં સી.સી રોડના કામ કોન્ટ્રાક્ટરો દ્રારા બનાવવામાં આવે છે. પરંતુ આ તમામ સી.સી રોડ રાતના સમયે બનાવવામાં આવે છે. આ સમયે તંત્રના અધિકારીઓ હાજર ન રહેતા હોવાથી આ કામમાં કોન્ટ્રાક્ટર દ્રારા કામમાં લોલમલોલ ચલાવવામાં આવે છે. માટે આગળ-આગળ રોડ બનાવવાનું કામ ચાલુ હોય છે ને પાછળ પાછળ આ નવા બનાવેલ રોડમાં ગાબડા પડતા જતા હોય છે. તેમ છતા નિંદ્રાધીન તંત્રને આ ગાબડા દેખાતા નથી ​​​​​​​બોટાદની મહીલા કોલેજથી મીરાપાર્ક સોસાયટી સુધીના મુખ્ય રોડ ઉપર થોડા સમય પહેલા ફુટપાથ ઉપર બ્લોક નાખવામાં આવ્યા હતા.

નવા બનેલ રોડ વચ્ચે જગ્યા પડતા મોટી કડો પડી ગઈ
​​​​​​​
આ બ્લોક નાખ્યાંને થોડો જ સમય થયો હતો ત્યાંજ મુખ્ય રોડ તોડી નવો બનાવવાનું કામ ચાલુ કરવામાં આવ્યુ હતુ. જેથી આ ફુટપાથ ઉપર નાખવામાં આવેલ બ્લોક અને નવા બનેલ રોડ વચ્ચે જગ્યા પડતા મોટી કડો પડી ગઈ હતી. જેના લીધે વાહનચાલકો અને અવર જવર કરતા અકસ્માતનો ભોગ બને છે. માટે જો આ રોડ બનાવવાનો જ હતો તો પછી પહેલા રોડ બનાવી પછી ફુટપાથ બનાવવામાં આવ્યાં હોત તો લોકોના ટેક્ષના પૈસાનો વેડફાટ ન થયો હોત માટે જવાબદારો સામે પગલા લેવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...