તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અભયમ્ની કામગીરી:બોટાદમાં અભયમ્ ટીમે પતિ પત્નીનું સમાધાન કરાવ્યું

બોટાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પતિ મારઝૂડ કરી ઘરમાંથી કાઢી મૂકતો હતો, 4 વર્ષના બાળકનું માતા સાથે મીલન

બોટાદ જિલ્લાના એક ગામમાંથી અભયમ મહિલા હેલ્પલાઇનને કોલ આવ્યો હતો કે પીડિત મહિલાને તેમના પતિએ માર મારી ઘરમાંથી કાઢી મુકી છે અને 4 વર્ષનું બાળક પણ લઈ લીધુ છે પીડિત મહિલાને 181 મહિલા હેલ્પલાઇન ની મદદની જરૂર છે કોલ મળતા જ 181 અભ્યમટીમ પીડીત મહિલાના ઘરે પહોચી પતિ પત્નિનુ સુખદ સમાધાન કરાવી 4 વર્ષના બાળકનુ માતા સાથે મિલન કરાવ્યુ હતું. બોટાદ 181 ટીમને ઘટનાની જાણ થતાં કાઉન્સેલર પરમાર જલ્પા મહિલા કોન્સ્ટેબલ ગોસ્વામી પૂજાબેન અને પાયલોટ હરેશભાઇ જમોડ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

મહિલાએ પોતાની ફરિયાદ માં જણાવ્યું હતું કે મહિલાને 5 મહિનાનું ગર્ભ છે અને મહિલાને તેના પતિ દારૂપીને અવાર નવાર ઝઘડો કરે છે અને ચારિત્ર પર શંકા કરી મારપીટ કરે છે તેમના લગ્નને 6 વર્ષ જેટલો સમયગાળો થયો છે અને 4 વર્ષનું એક બાળક છે. પીડિત મહિલાનો પતિ કામકાજ કરતો નથી અને ઝગડો કરી ઘરમાંથી કાઢી મૂકે છે ખૂબ જ હેરાન કરે છે.

પિડિત મહિલાની સમસ્યા સાંભળ્યા બાદ તેમના પતિ સાથે 181 અભયમ ટીમ દ્વારા વાતચિત કરી સમજાવી અને તેંમને કાયદાનું ભાન કરાવી પતિ પત્નિ બંને વચ્ચે નો મતભેદ દૂર કરી તેમનો સંબંધ પ્રેમપૂર્વક અને સારી રીતે રહે અને તેમના લગ્ન જીવનમાં ફરી વાર આવી સમસ્યા ન આવે તે માટે માર્ગદર્શન આપ્યુ હતુ. ત્યારબાદ પતિ- પત્નીએ એક બીજાના મતભેદ ભુલાવી સારી રીતે સાંસારિક જીવન જીવવા તૈયારી દર્શાવી હતી.

અન્ય સમાચારો પણ છે...