તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:બોટાદમાં પ્રેમ લગ્નની દાઝ રાખી મહિલાને માર માર્યો

બોટાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસમાં 4 વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ

બોટાદમાં ગોવિંદજીની કાલી પાસે રહેતા પ્રીતિબેન બાલુભાઈ કોંકણી (ઉ.વ.26)ને તેમના જેઠની દીકરીએ પ્રેમ લગ્ન કરેલા હોય જેની દાઝ રાખી ચાર શખ્સોએ માર મારી જાતી વિષે ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ બોટાદમાં ગોવિંદજીની કાલી પાસે રહેતા પ્રીતિબેન બાલુભાઈ કોંકણીને તેમના જેઠની દીકરી સુરભી સાથે ઉત્તમ ગોરધનભાઈએ (રહે.બોટાદ) પ્રેમ લગ્ન કર્યા હતા.

જે બાબતનું મન દુઃખ રાખી તા.26/૧૦/20 નાં રોજ બપોરે ે પ્રીતીબેન પોતાના ઘરની બહાર ઉભા હતા તે દરમિયાન ઉત્તમ ગોરધનભાઈ સતવારા, ગોરધનભાઈ ઉકાભાઈ સતવારા, રસીક શામજીભાઈ સતવારા અને દીપક શામજીભાઈ સતવારા ચારેય લોકો સાથે આવી પ્રીતીબેને કહેવા લાગ્યા હતા કે તુ જ ઝઘડો કરાવે છે તમારૂ સમાધાન થઇ ગયું છે. અમારૂ સમાધાન તું જ નથી થવા દેતી કહી ઉત્તમભાઈએ પ્રીતીબેનને લાફો માર્યો હતો. અને જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી જતા રહ્યા હતા. આ બનાવ અંગે પ્રીતીબેને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા બોટાદ પોલીસે ગુનો નોંધી કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે. મહિલાને ધમકી મળ્યાના સમાચાર વાયુવેગે ગામમાં પ્રસરતા ચકચાર મચી ગઇ હતી. પોલીસે તપાસ શરૂ કરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો