સાસરીયા દ્વારા ત્રાસ:બોટાદમાં પરીણિતાને સાસરિયાએ કરિયાવરની માંગ કરી માર માર્યો

બોટાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરીણિતાએ પતિ, સાસુ, સસરા, જેઠ સહિત સાત લોકો વિરુદ્ધ ફરિયાદ કરી

બોટાદ શહેરમાં આવેલી સ્વસ્તિક સોસાયટીમાં રહેતી પ્રિયાબેન મહેન્દ્રભાઇ રોજેસરાને તેમના સાસરીયાઓ દ્વારા કરિયાવર બાબતે વારંવાર મેણાટોણા મારી માર મારતા પરીણીત મહિલાએ તેના પતિ, સાસુ, સસરા, જેઠ સહિત સાત લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ બોટાદ સ્વસ્તિક સોસાયટીમાં રહેતી પ્રિયાબેન કુલદિપભાઇ રોજેસરાને લગ્ન બાદ તેમના સાસુ સસરાએ થોડો સમય સારી રીતે રાખ્યા બાદ તેમના પતિ કુલદીપભાઇ મહેન્દ્રભાઇ, સાસુ વર્ષાબેન મહેન્દ્રભાઇ, સસરા મહેન્દ્રભાઇ રતિલાલભાઇ અને તેમના જેઠ સંદીપભાઇ મહેન્દ્રભાઇ ઘરકામ બાબતે મેણાટોણા મારી કહેતા હતા કે તુ તારા માતા પિતાના ઘરેથી કરિયાવરમા કાંઇ લાવી નથી. તારે અહિયા રહેવુ હોય તો તારા માતા પિતાના ઘરેથી રોકડા રૂપિયા અને સોના ચાંદીના ઘરેણા લાવવા પડેશે તેવુ કહી વારંવાર મેણા ટોણા મારી શારીરિક અને ત્રાસ આપતા હતા.

આવી જ રીતે તા. 12/5/22ના રોજ બપોરના 1.00 કલાકે પ્રિયાબેનને તેમના પતિ અપશબ્દો બોલી ગુપ્તભાગે માર મારવા લાગ્યા હતા. તે દરમિયાન પ્રિયાબેને બૂમાબૂમ કરતા તેમના સાસુ, સસરા, જેઠ અને કુંટુંબી જેઠ ત્યા આવીને તેઓ પણ પ્રિયાબેનને ઢીંકાપાટુ મારી કહેવા લાગ્યા હતા કે તને જીવતી રહેવા દેવી નથી જાનથી મારી નાખવાની છે. તે દરમિયાન પ્રિયાબેન તેમના ભાઇ આશિષભાઇને ફોન કરીને બોલાવતા પ્રિયાબેનના સાસરીયાવાળાઓએ આશિષભાઇને ગાળો આપી માર માર્યો હતો.

આ બનાવ અંગે પ્રિયાબેન કુલદીપભાઇ રોજેસરાએ બોટાદ પોલીસ સ્ટેશનમાં વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ બોટાદ મહિલા પોલીસ સ્ટેશન હેડ કોન્સ્ટેબલ ભનુભાઇ ભાંભળા ચલાવી રહ્યા છે.

બોટાદ જિલ્લામાં મહિલાઓને સાસરીયા દ્વારા ત્રાસ આપવાના બનાવો વધી રહ્યા છે. જેના કારણે કેટલીય મહિલાઓનો ઘરસંસાર ભાગી રહ્યો છે. પરીણિતા પાસેથી કરિયાવરમાં મોટી રકમની માગણી કરી તેને ત્રાસ આપવાનો વધુ એક બનાવ પ્રકાશમાં આવ્યો છે. ઉપરાંત મહિલાના ભાઇને પણ સાસરીમાં બોલાવી તેને પણ માર મારવામાં આવ્યો છે. જેના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. સાસરિયા દ્વારા પરીણિતાને અપાતા ત્રાસ અને દહેજના દુષણને નાથવા માટે સમાજે આગળ આવવું પડશે.

અન્ય સમાચારો પણ છે...