બોટાદની પરિણીતાએ પતી, મામાજી અને મામીજીના અવાર નવાર મેણાટોણાથી કંટાળી એસીડ ગટગટાવી મોતને વ્હાલું કરતા મૃતકના પિતાએ પતિ, તેના પતિનાં મામા અને મામી વિરૂદ્ધ બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
ધંધુકાના તાલુકાના રોજકા ગામના યુનુસભાઈ રસુલભાઈ કોઠારીયાની દીકરી યામીનબેનનાં લગ્ન૩૦/11/21નાં રોજ બોટાદમાં હરણકુઈ ગોરિયા મસ્જીદ પાસે રહેતા વસીમ બસીર દેસાઈ વોરા સાથે જ્ઞાતિનાં રીત રિવાજ મુજબ થયા અને વસીમ તેમના પત્ની યામીનબેન સાથે મામા નજીમ ઉસ્માન કોઠારિયા સાથે રહેતા હતા. તે દરમિયાન પતિ વસીમ અને મામા મામી ત્રણેય અવાર નવાર મેણાટોણા મારી યામીનબેનને હેરાન કરતા હતા અને મારવા માટે મજબુર કરતા હતા.
આમ વારંવારનાં મેણાટોણાથી કંટાળી યામીનબેને તા.18/5/22નાં રોજ બપોરનાં 12.00 કલાકે એસિડ ગટગટાવી લીધુ હતું. યામીનબેને એસિડ પી જતા સારવાર માટે ભાવનગર સર.ટી. હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તા.18/5/22નાં રોજ 5.58 કલાકે મોત નીપજ્યું હતું.
આ બનાવ અંગે મૃતક યામીનબેનના પિતા યુનુસભાઈ રસુલભાઈ કોઠારીયાએ બોટાદ પોલીસ સ્ટેશનમાં યામીનબેનના પતિ વસીમ બસીર દેસાઈ, તેના મામા નજીર ઉસ્માન કોઠારીયા અને નજમા નજીર કોઠારિયા ત્રણેય રહે.બોટાદ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.